ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાથી વર્ષના અંતિમ દિવસે રાજસ્થાનથી ભરૂચ લઈ જવાતો 22 લાખનો દારૂ સાથે એકની ધરપકડ - મહેસાણા ન્યૂઝ

સામાન્ય રીતે વર્ષના અંતિમ દિવસની 31stની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ઉજવણીના કિસ્સામાં ક્યાંક ગાંધીના ગુજરાતને લાંછન લગાવે તેવી પ્રતિબંધિત નશીલી ચીજ વસ્તુઓનો ઉપયોગ બેફામ રીતે કરાતો હોય છે. જો કે આ વખતે મહેસાણા જિલ્લા પોલીસે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા સતત ડ્રાઇવ કરી હતી.

cx
xc

By

Published : Jan 1, 2021, 12:47 PM IST

  • મહેસાણા વર્ષના અંતિમ દિવસે રાજસ્થાનથી ભરૂચ લઈ જવાતો 22 લાખનો દારૂ ઝડપાયો
  • મહેસાણા SOG એ બાતમીને આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી
  • 22.35 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 27.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • ટ્રક ચાલકની કરાઈ અટકાયત
  • વર્ષ 2020ના અંતિમ દિવસે મહેસાણા માંથી 22.35 લાખનો દારૂ ઝડપાયો

    મહેસાણાઃ સામાન્ય રીતે વર્ષના અંતિમ દિવસની 31stની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ઉજવણીના કિસ્સામાં ક્યાંક ગાંધીના ગુજરાતને લાંછન લગાવે તેવી પ્રતિબંધિત નશીલી ચીજ વસ્તુઓનો ઉપયોગ બેફામ રીતે કરાતો હોય છે. જો કે આ વખતે મહેસાણા જિલ્લા પોલીસે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા સતત ડ્રાઇવ કરી હતી. ત્યારે વર્ષના અંતિમ દિવસે મહેસાણા SOGની ટીમને બાતમી મળતા પાલનપુર અમદાવાદ હાઇવે પર મહેસાણા જિલ્લાના ભાંડુ ગામ નજીકથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ આવતા વિસનગર તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


    પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી 27.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    મહેસાણા જિલ્લામાં પોલીસની સતર્કતા જોવા મળી છે. જેમાં પોલીસે સરકારના જાહેરનામનો ભંગ ન થાય માટે સતત કામગીરી કરતા આખરે વર્ષના અંતિમ દિવસે રાજસ્થાનથી પ્લાસ્ટિકના કેરેટ નીચે વિદેશી દારૂ ભરી ભરૂચ જતી એક તર્કને મહેસાણાથી ઝડપી પાડી તપાસ કરતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની 7380 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. જેને પગલે SOGની ટીમે ટ્રક ચાલકની અટકાયત કરી 5 લાખનો ટ્રક 22.35 લાખનો દારૂ અને મોબાઈલ ફોન રોકડ સહિત કુલ 22.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details