ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના કડીની રાંદલ કૃપા દુકાનમાંથી ડુપ્લીકેટ સ્ટીકરવાળા તેલના ડબ્બા ઝડપાયા - ગુજરાત

કડીના માર્કેટયાર્ડમાં રાંદલ કૃપા નામની પેઢીમાંથી કપાસિયા તેલ ભરેલા ડબ્બા ઉપર સન ફલાવરના સ્ટીકર લગાવેલાં ડુપ્લીકેટ ડબ્બા વેચાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કડીમાં રાંદલ કૃપા નામની પેઢીથી ખાદ્ય તેલનો વેપાર કરતા રાજેશભાઇ અમરતભાઈ પટેલના નરસિંહપુરા ગામના લાભ એસ્ટેટ ગોડાઉનમાં પોલીસની રેડમાં કપાસિયા તેલ ભરેલા ડબ્બા ઉપર સન ફલાવરના સ્ટીકર લગાવીને ડબ્બા વેચતા તેમને પોલીસે ઝડપ્યા હતા.

કડી
કડી

By

Published : Jan 22, 2021, 10:55 PM IST

  • કડીની રાંદલ કૃપા દુકાનમાંથી ડુપ્લીકેટ સ્ટીકરવાળા તેલના ડબ્બા ઝડપાયા
  • ડુપ્લીકેટ સ્ટીકર લગાવી કરાતો ધસમસ્તો વેપાર ઝડપાયો
  • કપાસિયા તેલના ડબ્બા પર સનફલાવરનું સ્ટીકર લગાવી કરી છેતરપિંડી

પોલીસે રાંદલ કૃપાના માલિક પાસે તેલના ડબ્બાના બિલ માગતા રાજેશ પટેલે આંબલિયાસણ ગામના વેપારી પટેલ મયુર મનુભાઈએ આપ્યા હતા, તેમજ તેનું બિલ માગતા પછી આપીશ તેવું જણાવ્યું હતું. મયુર પટેલ પાસેથી લીધેલ તેલના ડબ્બા રાજેશ પટેલે આંબલિયાસણ ગામમાં આવેલ કેલાદેવી મોલના માલિક દીપકભાઈને વેચ્યા હતા. જેમણે બીજા દિવસે તેલના ડબ્બા ગોબા વાળા હોવાનું તેમજ ડબ્બામાં કપાસિયા તેલના ડબ્બા ઉપર સન ફલાવરનું ખોટું સ્ટીકર લગાવેલ હોવાનું જણાવતા તેમણે પાછા મોકલ્યા હતા. જેને તેમણે લાભ એસ્ટેટમાં મુક્યા હતા. જેથી રાજેશે મયુરને કહેતા તેમણે ડુપ્લીકેટ નહિ હોવાનું કહી પાછા લઈ જવાની વાત કરી હતી. પરંતુ ગોડાઉન ઉપર પોલીસની રેડ પડતા તેમણે પોલીસને સમગ્ર હકીકતથી વાકેફ કરી કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details