ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુ પેટાચૂંટણીઃ કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ - mahesana latest news

મહેસાણાઃ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પણ મધ્યસ્થ કાર્યાલયને ખલ્લુ મૂકતા પ્રદેશ હોદેદારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ખેરાલુના સ્થાનિક મુદ્દાને સાથે રાખી પ્રજાનો મત મેળવવા કાર્યકરોને હાકલ કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

By

Published : Oct 7, 2019, 8:46 PM IST

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીને અંગે હાલમાં કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી જીતેન્દ્ર બધેલ સહિત પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

કાર્યાલય ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી સભામાં કાર્યકરો સાથે ખેરાલુ વિધાનસભા બેઠકમાં ચીમનાબાઈ સરોવર, વરસંગ તળાવ સહિત સિંચાઈના પાણી લાવવા સાથે દૂધ ઉત્પકોને પડતો GSTનો માર જેવા મુદ્દાઓની ચર્ચા કરતા મતદારોને આકર્ષવા પ્રયાસ કરાયો હતો તો સ્ટેજ પર કોંગ્રેસના તમામ ટીકીટ દાવેદારો પણ ઉપસ્થિત હોઈ કોંગ્રેસમાં નારાજગીના કોઈ સંજોગો ન હોવાનું પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે.

કાર્યાલય લોકાર્પણ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ અશોક ગહેલોતના ગુજરાતમાં દારૂ પીવાય છે તેવા નિવેદન સામે પણ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના નિવેદનને વાસ્તવિકતાની દ્રષ્ટિથી દર્શાવ્યું છે તો ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના વ્યવસાય પર લગાવેલા GTSના મામલે સામે લડત આપવા પણ તૈયારી બતાવી છે.

સભા દરમિયાન ખેરાલુ કોંગ્રેસમાં છેલ્લા 4 વર્ષથી ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યા પર પદાધિકાર આપી ખેરાલુ શહેર પ્રમુખ તરીકે અશ્વિન બ્રહ્મભટ્ટ, મંત્રી તરીકે ચિંતન ચૌધરી અને મહામંત્રી તરીકે જગદીશ ચૌધરીની નિમણૂંક કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details