મહેસાણાઃ રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી રહી છે. નોવેલ કોરોના કારણે સમગ્ર જિલ્લામાં લોકડાઉન છે. તે સમયે જિલ્લાની આંગણવાડીની બહેનો દ્વારા સતત કાર્યરત રહી પોષણ અભિયાનમાં ઉડીને આંખે વળગે તેવી સરાહનીય કામગીરી કરી છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન અને પ્રેરણાથી મહેસણા આઇ.સી.ડી.એસ વિભાગ ગૌરીબેન સોલંકીની આગેવાની હેઠળ કામ થઇ રહ્યું છે.
કોવિડ-19ના કપરા સમયમાં પણ મહેસાણા જિલ્લાએ સરાહનીય કામગીરી કરી રાજ્યમાં 98.63 ટકા સાથે પ્રથમ રહ્યો છે. કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આંગણવાડ઼ી કાર્યકરોને મોબાઇલ આપવામાં આવેલી છે. જેમાંથી તેમને કરેલી કામગીરીને સતત કર્મયોગીઓ અપડેટ કરી રહ્યાં છે. એપ્રિલ માસમાં ગર્વન્સ ડેસ્કબોર્ડ એન્ટ્રી રિપોર્ટ પોષણ અભિયાનમાં મહેસાણા જિલ્લો 98.63 ટકા સાથે પ્રથમ રહ્યો છે.
મહેસાણા જિલ્લાએ એચ.આર ડિસ્ટ્રીક સ્તરે 100 ટકા, એચ.આર.બ્લોકમાં 100 ટકા સહિત સુપરવિઝન, ઘર મુલાકાત અને લાભાર્થીઓના કવરેજ સહિતની અન્ય કામગીરીમાં જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ ઉત્તમ કામગીરી કરી છે. જિલ્લામાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અને સુપરવિઝન કરી સતત ફોલોઅપ લેવામાં આવે છે. કોરોના અંતર્ગત જિલ્લામાં માતૃશક્તિ, પુર્ણાશક્તિ અને બાળશક્તિ આપવામાં આવે છે.