ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી વિપુલ ચૌધરીને સભ્ય પદેથી દૂર કરવા નોટિસ

મહેસાણામાં દૂધ સાગર ડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડેરીના પૂર્વ ચેરમેનને જિલ્લા રજિસ્ટ્રારે ઝાટકો આપ્યો છે. ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી હટાવવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી વિપુલ ચૌધરીને સભ્ય પદેથી દૂર કરવા નોટિસ
ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી વિપુલ ચૌધરીને સભ્ય પદેથી દૂર કરવા નોટિસ

By

Published : Dec 4, 2020, 7:26 PM IST

  • ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી વિપુલ ચૌધરીને સભ્યપદેથી દૂર કરવા નોટિસ
  • ખેરાલુના જોડિયાની દૂધ મંડળીમાંથી હટાવવા રજિસ્ટ્રારે નોટિસ ફટકારી
  • પૂર્વ ચેરમેનને 7 દિવસમાં ખુલાસો કરવા હુકમ કર્યો
  • ગામના રહેવાસી હોય તે ગામની મંડળીમાં સભ્યપદ રહી શકે છે: રજિસ્ટ્રાર

મહેસાણાઃ દૂધ સાગર ડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ખેરાલુના જોડીયાની દૂધ મંડળીમાંથી હટાવવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેથી ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી બાજુ વિપુલ ચૌધરી જૂથને સકંજામાં લેવા તમામ તાકાત અજમાવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિપુલ ચૌધરીને ખેરાલુ તાલુકાના જોડિયા ગામની દૂધ મંડળીમાં સભ્ય પદે ખોટી રીતે દાખલ થયાનું કારણ આગળ ધરીને સભ્ય પદેથી તેમને દૂર કેમ ન કરવા તે અંગે આગામી 8મી સુધીમાં લેખિત ખુલાસો કરવા કારણ દર્શક નોટિસ જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી છે.

ચૂંટણી ટાણે જ રજિસ્ટ્રારે નોટિસ ફટકારતા અનેક તર્કવિતર્ક

માણસાની ચરાડા મંડળીમાં વિપુલ ચૌધરી સામે સહકારી તંત્રએ કાર્યવાહી કર્યા બાદ હવે ખેરાલુના જોડિયા દૂધ મંડળીમાં સભ્ય પદેથી દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કલમ-23 હેઠળ વિપુલ ચૌધરીને દૂધ મંડળીમાં સભ્ય પદેથી દૂર કેમ ન કરવા તેનો દિન 7માં ખુલાસો એટલે કે 8 સુધીમાં કરવા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. રજિસ્ટ્રારના કહેવા મુજબ, ગામના રહેવાસી હોય તે ગામની મંડળીમાં સભ્યપદ રહી શકે છે, વિપુલભાઈ જોડિયા ગામના રહેવાસી નથી. ઉલ્લેખનીય છે કે, ખેરાલુના જોડિયા ગામની દૂધ મંડળીમાં વિપુલભાઈ ઘણા લાંબા સમયથી સભ્ય પદે રહ્યા છે ત્યારે ચૂંટણી ટાણે જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી આરંભાતાં અનેક તર્કવિર્તક વહેતા થયા છે.

ABOUT THE AUTHOR

...view details