ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં NCPએ ઉમેદવાર ઉતારતા ત્રિપાંખીયો જંગ જામશે - RONAK PANCHAL
મહેસાણા: લોકસભા ચૂંટણીની સાથે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચેનો ત્રિપાંખીયો જંગ જામશે. નોંધનીય છે કે, બે મહત્વના રાજકીય પક્ષો અને ઠાકોર સમાજની મહત્વકાંક્ષા પર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારને જીતની આશા બાંધતી હોય છે.
સ્પોટ ફોટો
ઊંઝામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપના કેસરિયા ધારણ કરતા આ ચૂંટણી તેઓ ભાજપ માંથી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને ટેકો આપનારી ઠાકોર સેનાના આગેવાનોએ પણ કોંગ્રેસે કામું પટેલને ટિકિટ આપતા નારાજગી જતાવતા સેનાના પ્રમુખ નટુજી ઠાકોર NCPમાંથી ચૂંટણી લડી રહ્યા છે.