ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ ઝડપાયો - POSCO Act

મહેસાણાના વિજાપુરમાં નરાધમે 7 વર્ષની બાળકીને આઈસ્ક્રિમની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

xxx
વિજાપુરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

By

Published : Jun 26, 2021, 7:16 AM IST

  • વિજાપુરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ ઝડપાયો
  • આઈસ્ક્રીમ અને ગાંઠિયા આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
  • વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી

મહેસાણા: જિલ્લામાં ગુન્હાખોરીએ હદ વટાવી છે. હાલમાં વધુએ એક ઘટના વિજાપુરથી સામે આવી છે. વિજાપુર મામલતદાર કચેરી પાછળ રેલવે ટ્રેક પાસે અવાવરું ઓરડીમાં 7 વર્ષની બાળકી સાથે નરાધમે ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

લાલચ આપીને દુષ્કર્મ

જિલ્લાના વિજાપુર ખાતે હવસખોર રમેશ ઉર્ફે ભોજયો નામના નરાધમે 7 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી આઈસ્ક્રીમ અને ગાંઠિયા ખવડાવવાની લાલચ આપી અવાવરૂ ઓરડીમાં લઈ જઈ છેડતી કરી તેની સાથે શારીરિક અડપલાં કરતા દુષ્કર્મ આચર્યું હતું. બાળકિએ ઘટનાનની જાણ પોતાના પરિવારને કરતા ભોગબનનાર દીકરીના પરિવારે વિજાપુર પોલીસમાં રમેશ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ

પોક્સો હેઠળ તપાસ

પોલીસે આરોપી રમેશ ઉર્ફે ભોજયો નામના વ્યક્તિ સામે પોકસો અને દુષ્કર્મ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી મુક્યો હતો. વિજાપુર પોલીસ દ્વારા આરોપી રમેશની વધુ પૂછપરછ અને મેડિકલ ચેકપ કરાવી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા ગુન્હાની ગંભીરતા દર્શાવી આરોપીના રિમાન્ડ માંગવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details