ગુજરાત

gujarat

ETV Bharat / state

સતલાસણામાં વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી - મહેસાણા સમાચાર

સતલાસણા: દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ જાણે મેઘરાજા રિસામણે બેઠા હોય તેમ રાજ્યભરમાં ક્યાંય ટીપું પણ વરસાદ પડ્યો નથી. રાજ્યભરમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં મહેસાણાના સતલાસણામાં વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક રીતે એકત્ર થઈ નમાજ અદા કરી હતી.

વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાજ અદા કરી

By

Published : Jul 28, 2019, 2:30 PM IST

હાલમાં ચોમાસું માધ્યમ વર્તાઈ રહ્યું છે, ત્યારે ક્યાંક વરસાદ છે તો ક્યાંક આજે પણ જગતના તાત વરસાદ માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ ન આવતા હવે મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ અકળાયા છે. જિલ્લાના સતલાસણા તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો ખાસ કરીને ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરસાદ ન આવતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે કુદરતને મનાવવા મનુષ્ય ધાર્મિક વિધિ વિધાનને અપનાવી રહ્યા છે. જેમાં આ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ પણ સામુહિક રીતે એકત્ર થઈ નમાજ અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાજ એદા કરતા દુઆ કરી હતી કે વરસાદ આવે તો પશુપાલન અને ખેતીનો વ્યવસાય સારી રીતે સફળ બને.

વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાજ અદા કરી

ABOUT THE AUTHOR

...view details