ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુમાં સામાન્ય બાબતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું... - Kheralu murder

મહેસાણાઃ ખેરાલુના ખેરપુર ગામ ઠાકોર સમાજની વસ્તી ધરાવતુ ગામ છે. જે ગામમાં સામાન્ય બોલા-ચાલીમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધુ હતું. આ સમગ્ર બનાવને લઇને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સામાન્ય બાબતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધુ
સામાન્ય બાબતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધુ

By

Published : Jan 18, 2020, 12:09 PM IST

સમાજમાં ક્યારેક સામાન્ય બોલાચાલીમાં માહોલ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. તેવી જ રીતે હત્યા પાછળ અંગત અદાવતો કે પારિવારીક ઝધડા પણ કારણભૂત હોય છે, ત્યારે તેવી જ એક ઘટના ખેરાલુ તાલુકાના ખેરપુર ગામમાં બની હતી જેમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધુ હતું. આ હત્યા કર્યા બાદ ભત્રીજો ફરાર થઇ ગયો હતો.

સામાન્ય બાબતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધુ

આ સમગ્ર બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details