ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારાની નજીક લીફ્ટ લેનારી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી ટંકારાની મીતાણા ચોકડીથી એક યુવતીને રાજકોટ જવું હોવાથી બાઈકચાલક પાસે લીફ્ટ માંગી હતી. જોકે લીફ્ટ આપનારા યુવાનમાં હવસનો કીડો જાગ્યો હતો, યુવતીને વાડીએ લઇ જઈને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટંકારાની નજીક લીફ્ટ લેનારી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ
ટંકારાની નજીક લીફ્ટ લેનારી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

By

Published : Dec 16, 2020, 7:58 PM IST

  • ટંકારાના મિતાણા ગામ નજીક યુવતી સાથે દુષ્કર્મની ઘટના
  • બાઇક ચાલકે યુવતીને લિફ્ટ આપવાના બહાને આચર્યું દુષ્કર્મ
  • યુવતીએ ટંકારા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

મોરબીઃ ટંકારાની મીતાણા ચોકડીથી એક યુવતીને રાજકોટ જવું હોવાથી બાઈકચાલક પાસે લીફ્ટ માંગી હતી. જોકે લીફ્ટ આપનારા યુવાનમાં હવસનો કીડો જાગ્યો હતો, યુવતીને વાડીએ લઇ જઈને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટંકારાની નજીક લીફ્ટ લેનારી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

બાઇક ચાલકે યુવતીને લિફ્ટ આપીને આચર્યું દુષ્કર્મ

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટની રહેવાસી યુવતી મીતાણા ચોકડીએ રાજકોટ જવા માટે વાહન મળે તેની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ઉર્વેશ પટેલ નામનો બાઈક ચાલક પસાર થતાં તેની પાસે લીફ્ટ માંગી હતી અને યુવાને લીફ્ટ આપી હતી. જોકે યુવતીને રાજકોટ લઇ જવાને બદલે યુવાનની દાનત બગડી હતી, આથી જે યુવતીને બાઈકમાં બેસાડી મીતાણા ગામની સીમમાં વાડીએ લઇ ગયો હતો, જ્યાં યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

ટંકારા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

દુષ્કર્મની ભોગ બનનારી યુવતી ટંકારા પોલીસ મથક પહોંચી સમગ્ર આપવીતી વર્ણવી હતી. ટંકારા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ દુષ્કર્મનો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પણ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

ABOUT THE AUTHOR

...view details