ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં આધેડે કરી આત્મહત્યા, સ્યુસાઈડનોટમાં આર્થિક સંકળામણ હોવાનો ઉલ્લેખ - VISNAGAR POLICE

દેશ હાલમાં કોરોનાના ભરડામાં છે. ત્યારે આ મહામારીના પગલે લોકો પણ બેકાર બન્યા છે. જેના પગલે લોકો ખોટા પગલા ભરી લેતા હોય છે. તેવુ જ એક ખોટુ પગલુ જિલ્લાના વિસનગર તાલુકામાં એક આધેડે ભર્યુ હતુ. આ આધેડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

આધેડે કરી આત્મહત્યા
આધેડે કરી આત્મહત્યા

By

Published : Jun 30, 2020, 1:48 PM IST

મહેસાણા : વિશ્વ અને દેશમાં કોરોના વાઇરસની મહામારીને પગલે સતત 3 મહિના સુધી ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. ત્યાં વિસનગર દેણપ ત્રણ રસ્તા પાસે આવેલા અર્જુન કન્સ્ટ્રકશન કંપનીની ઓફિસમાં 50 વર્ષીય આધેડ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

આધેડે કરી આત્મહત્યા

આ સમગ્ર ઘટના મુજબ વહેલી સવારે ઓફીસ ખોલી આધેડે આત્મહત્યા કરી હતી. જેની જાણ ઓફીસ માલિકને ત્યારે થઇ જ્યારે પોતાના સમય પર ઓફીસ આવી ખુલેલા લોક સાથે શટર ખોલતા પોતાના કર્મચારીને આત્મહત્યા કરેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ વિસનગર શહેર પોલીસને કરતા પોલીસે આગળ તપાસ કરતા મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક પોતે આર્થિક સંકળામણ અનુભવી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details