- મહેસાણાના યુવક સાથે હરિયાણાના યુવકે 5 લાખ ખંખેર્યા
- ફેસબુક પર આવેલી જાહેરાત પર ભરોસો કરવો ભારે પડ્યો
- હરિયાણાના ઠગબાજ સામે સાયબર ક્રાઈમનો ગુનો નોંધાયો
મહેસાણા: જિલ્લાના છઠિયારડા ગામના યુવકે લોકડાઉનમાં પોતાના વતન આવ્યા બાદ વિદેશ જવા માટે પ્રયત્ન કર્યા હતાં. જેમાં ઇન્ટરનેટની દુનિયામાં સર્ચ કરતા ફેસબુક પર કેનેડા વર્ક પરમીટ અપાવતી એજન્સીની જાહેરાત જોઈ કોલ કર્યો હતો. ત્યારબાદ હરિયાણાના એક યુવકનો સામેથી કોલ આવ્યો હતો અને 1500 રૂપિયા લઈ રજીસ્ટ્રેશન કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં ફસાયેલો યુવક ઠગબાજના સકંજામાં આવ્યાનું જાણ્યા વિના જ વિદેશ જવાના ઉત્સાહમાં કુલ 5,62,957 રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેક્શન કર્યા હતાં. સમય જતાં કોઈ વિઝા ન મળતા કે કોઈ પ્રોસેસ આગળ ન વધતા ભોગ બનનારે પોતે છેતરાયાનો અહેસાસ થતા મહેસાણા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી આરોપી સામે કાર્યવાહીની માગ કરી છે.