ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ - Mehsana Korona News

વૈશ્વિક મહામરી કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા તંત્રને સાથે રાખી વેપારઓ દ્વારા બજારો ખોલવા અને બંધ કરવા સમયની મર્યાદા નક્કી કરવા આયોજન કરાયું છે.

મહેસાણા જિલ્લામાં સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ
મહેસાણા જિલ્લામાં સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

By

Published : Jul 11, 2020, 6:10 PM IST

કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા

  • મહેસાણ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને લઇ વેપારીઓ ચિંતિત
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 470 થયો
  • મહેસાણા નગર પાલિકા સાથે સહયોગ સાધી વેપારીઓ દ્વારા સમયમર્યાદા નક્કી કરાઈ
  • કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવા સમયમર્યાદા નક્કી કરાઈ

મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયો છે. સતત ગ્રાહકો સાથેનો સંપર્ક અને દિવસ દરમિયાન વેપાર ખરીદી માટેની ભાગ દોડને પગલે એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવતા હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 470 પર પહોંચ્યો છે, ત્યારે મહેસાણા નગર પાલિકા સાથે સહયોગ સાધી વેપારીઓ દ્વારા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બજારો ચાલુ રાખી ત્યાર બાદ તમામ પ્રકારના વેપાર ધંધા બંધ રાખવા ફરમાન કરાયું છે. વેપારીઓ દ્વારા વાઇરસના સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવા સમયમર્યાદા નક્કી કરાઈ છે.

મહેસાણા જિલ્લામાં સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ
વેપારીઓનુ માનવું છે કે, દિવસેને દિવસે લોકલ ટ્રાન્સમિશનથી જે કોરોના વાઇરસ મહેસાણા જિલ્લા પર હાવી થઈ રહ્યો છે, ત્યારે બજારના બહાને લોકો બેમતલબ બહાર નીકળતા બંધ થાય તે જરૂરી છે માટે જ બજારોને ખોલવા અને બંધ કરવા પર સમયમર્યાદા નક્કી કરાઈ છે. જોકે લોકલ બજારોના વેપારીઓ માટે મોલ સંચાલકો સહયોગ ન આપતા આખરે તંત્રને સાથે રાખી વેપારઓ દ્વારા બજારો ખોલવા અને બંધ કરવા સમયની મર્યાદા નક્કી કરવા આયોજન કરાયું છે. હાલમાં વેપારીઓ સહયોગથી મહેસાણા શહેરના બજારો બપોરે 2 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે બંધ જોવા મળી રહ્યા છે. તો જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ માટેની મેડિકલ સ્ટોર અને દૂધ છાસનું વેચાણ કરતી દુકાનો માત્ર ખુલ્લી રાખવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

ABOUT THE AUTHOR

...view details