ગુજરાત

gujarat

By

Published : May 23, 2019, 3:59 AM IST

ETV Bharat / state

મહેસાણામાં વેરહાઉસનું કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્યુ લોકાર્પણ

મહેસાણા: ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે હવે આધુનિક EVM અને વીવીપેટનો ઉપયોગ દરેક ચૂંટણી માટે કરવામાં આવતો હોય છે. મહેસાણા ખાતે ચૂંટણીપંચની માલિકીના નવીન વેરહાઉસનો નીલકંઠ મહાદેવ રોડ પર આવેલ શબરી સ્કૂલની બાજુમાં નાગલપુર ખાતે જિલ્લાકક્ષાના EVM અને વીવીપેટ સાચવવા સમર્પિત વેરહાઉસના નવનિર્મિત ભવનને જિલ્લા કલેકટર એચ.કે.પટેલે ખુલ્લુ મુક્યું હતું.

મહેસાણામાં વેરહાઉસનું કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્યુ લોકાર્પણ

ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં EVM વીવીપેટ સ્ટોરેજ કરવા માટે ચૂંટણીપંચની માલિકીના વેરહાઉસનું નિર્માણ કરાયું છે. જિલ્લામાં અંદાજીત 4.50 કરોડના ખર્ચે આ મકાન 5600 એરીયા મીટર જમીન પર તૈયાર થયેલું છે. મકાન ફ્રેમ સ્ટ્રકચર ગ્રાઉન્ડ અને 2 માળનું છે. મકાનનો બિલ્ડઅપ એરીયા 2141.69 ચોરસ મીટર છે. આ મકાનનમાં EVM સ્ટોરેજ હોલ, F.L.C રૂમ, ઓફિસ રૂમ,સિક્યુરીટીની સુવિધા, 24 કલાક CCTV કેમેરાની સગવડ, લીફ્ટની સુવિધા, R.C.C રોડ, પાર્કિગ,પેવર બ્લોક, સમ્પ તથા પંપ રૂમની સુવિધાથી સજ્જ છે.

મહેસાણામાં વેરહાઉસનું કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્યુ લોકાર્પણ

વેરહાઉસ મકાનમાં વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીના તમામ મશીનો જેવા કે EVM, વીવીપીપેટના યોગ્ય સંગ્રહ સલામતી સાથે થઇ શકે છે. વેરહાઉસમાં 6000 બેલેટ યુનિટ, 6000 કંટ્રોલ યુનિટ અને 6000 વીવીપીપેટનો સંગ્રહ થઇ શકે તેટલી સ્ટોરેજ કેપીસીટી છે. આ વેરહાઉસના લોકાર્પણમાં સામાન્ય નિરીક્ષક,ખર્ચ નિરીક્ષક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પથિક પટેલ,પ્રાન્ત અધિકારી પી.બી.રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details