- મહેસાણા અમદાવાદ હાઇવે પર ધ સ્પા એન્ડ બ્યુટીમાં દરોડા
- ધ સ્પા એન્ડ બ્યુટીના નામે કૂટણખાનું ચલાવતા
- પોલીસે આરોપીઓની ધરપકડ કરી
મહેસાણાઃઅમદાવાદ- મહેસાણાહાઇવે (Ahmedabad-Mehsana Highway)પર આવેલ વાઇડ એન્ગલ કોમ્પ્લેક્સમાં (Wide Angle Complex)ચાલતા ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા કૂટણખાનું (Mehsana police raid Kootankhana )ચલાવતા 2 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપાયા હતા.
પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યાં
મહેસાણા જિલ્લા પોલીસને મળેલ બાતમી આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં ચાલતા અનૈતિક વેપારો સામે લાલા આંખ કરતા મહેસાણા Dysp અને SOGની ટીમે(Team of Mehsana Dysp and SOG ) મહેસાણા અમદાવાદ હાઇવે (Ahmedabad-Mehsana Highway)પર આવેલ વાઇડ એન્ગલ કોમ્પ્લેક્સમાં ચાલતા ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા સ્પામાં પરપ્રાંતીય 5 યુવતીઓ અને સંચાલક કૂટણખાનું ચલાવતા રંગે હાથ ઝડપાયા હતા.