- સરકારના નવા કાયદા મુજબ 7 સિરિયલ ક્રિમિનલની ઉ.ગુ.માં પ્રથમ મહેસાણા પોલીસે ધરપકડ કરી
- ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણામાં કડીના લૂંટ, ખંડણી, ચોરીમાં સંડોવાયેલા 7 ગુનેગારોની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ
- મહેસાણા એસઓજી, એલસીબી સહિત જિલ્લાભરની પોલીસનું કડી શહેરમાં રાત્રે કોમ્બિંગ
મહેસાણા: જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ પ્રકારના ગંભીર અને સામન્ય પ્રકારના ગુનાઓને ઓર્ગેનાઇઝ ટોળકી થકી અંજામ આપતા ગુનેગારોને અટકાવવા સરાજર દ્વારા ખાસ પ્રકારે ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ટોળકી વિરુદ્ધ 10 વર્ષમાં લૂંટ, ધાડ, ખંડણી, હથિયાર સહિતના 25થી વધુ ગુના નોંધાયેલા છે
સરકાર દ્વારા ગુનાહિત કૃત્યોને ડામવા અને સિરિયલ ગુનેગારોને સબક શીખવવા ગત વર્ષે ગુજસીટોક કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જે આધારે મહેસાણા જિલ્લા પોલિસે ઉત્તર ગુજરાતમાં પ્રથમ કડી ખાતે થી ધાક ધમકી લૂંટ ધાડ ખંડણી અને હથિયાર સહિતના 25 જેટલા ગુનાઓમાં સામેલ અને 7 આરોપીઓની ટોળકીની ધરપકડ કરી છે.
સરકારના નવા કાયદા મુજબ 7 સિરિયલ ક્રિમિનલની મહેસાણા પોલીસે ધરપકડ કરી મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ પ્રકારના ગંભીર અને સામન્ય પ્રકારના ગુનાઓને ઓર્ગેનાઇઝ ટોળકી થકી અંજામ આપતા ગુનેગારોને અટકાવવા સરાજર દ્વારા ખાસ પ્રકારે ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં કડી ખાતે ધાક ધમકી લૂંટ ખંડણી હત્યા ચોરી અને હથિયાર સહિતના ગુનામાં સામલે ટોળકીને ઝડપી પાડવા LCB SOG સહિત જિલ્લા પોલીસની ટીમે કડીના કસ્બા વિસ્તારમાં રાત્રી કોમ્બિનગ કરી 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 6 જેટલા શખ્સોને 25 જેટલા ગુનાઓ હેઠળ નવીન કાયદા મુજબ અટકાયત કરી મહેસાણા લાવી ધરપકડ કરવામાં આવેલા છે. આ સાથે જ એક શકશની મહેસાણા ખાતેથી જ ધરપકડ કરવામાં આવી છે. આમ 7 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે મહેસાણા DYSP ને તપાસ પ્રક્રિયા સોંપવામાં આવી છે.
પોલીસની આ સાત ગુનેગારો સામે કાર્યવાહી1. સિરાજ ઉર્ફે જીગલી મહંમદભાઇ અહેમદભાઇ પરમાર (મુસલમાન) રહે.કસ્બા, કડી2. સાહિર ઉર્ફે રબારી મુસ્તુફાખાન અજબદિન દોલાણી (પઠાણ) રહે. કડી3. મકબુલ કાદરભાઇ રહેમાનભાઇ વેપારી (મુસલમાન) રહે.કસ્બા, સિંધીવાડો, કડી4. અલ્તાફ ઉર્ફે કાન અયુબભાઇ ઇમામભાઇ શેખ (મુસલમાન) રહે. કડી5. વસીમમીયા અનવરમીયા શેખ (મુસલમાન) રહે. ઇમામકુઇ, કસ્બા, કડી6. સાકીર ફકીરમહંમદ ઉમરભાઇ રહે. વિરમગામ, હાલ રહે. કસ્બા, કડી7. મહેસાણા પોલીસે શુક્રવારે રાત્રે એક આરોપીને પકડ્યો હતો