નવરાત્રી એટલે માઁ આદ્યશક્તિ અંબિકાનો પાવન અવસર. માતાજીની સાચી આરાધના અને પ્રાર્થનાનો કોઈ સુવર્ણ અવસરના કારણે માતાજીને નવરાત્રીમાં માનવામાં આવે છે. વિસનગરના કાંસા ગામે 45 વર્ષ જૂની શેરી ગરબાની ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરા અને મર્યાદાના સંસ્કાર આજે પણ જીવંત જોવા મળી રહ્યાં છે. જેમાં, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ સહભાગી બન્યા છે.
આજના બદલાતા મોર્ડન યુગમાં માતાજીની સાચી આરાધના અને શક્તિનો આ પર્વ શહેરોમાં નિહાળવો તો કદાચ અશક્ય છે. 45 વર્ષ જૂના અનોખા શેરી ગરબાની રમઝટ જ્યાં થાય છે તે છે વિસનગરનું કાંસા ગામ. આ ગામમાં સુંદર રઢિયાળી રાત્રીમાં શેરી ગરબામાં મહિલાઓને માતાજીના રાસ ગરબા રમવા માટે પહેલી તક અપાય છે અને પછી પુરુષો ગરબે ઘૂમે છે.