ગુજરાત

gujarat

ETV Bharat / state

વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું, ત્રણ ગઠિયા ઝડપાયા એક ફરાર

મહેસાણાના વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું છે. મહેસાણા LCBની ટીમ દરોડા (Mehsana LCB raid) પાડતા કેટલોક મુદ્દામાલ સાથે ત્રણ ગઠિયા ઝડપાયા હતા. તો એક ગઠિયા ફરાર હોવાની માહિતી મળી હતી. (Stock market bin trading caught in Vadnagar)

વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું, ત્રણ ગઠિયા ઝડપાયા એક ફરાર
વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું, ત્રણ ગઠિયા ઝડપાયા એક ફરાર

By

Published : Dec 23, 2022, 6:37 PM IST

મહેસાણા :જિલ્લામાં બુકીઓ દ્વારા ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો ટ્રેન્ડ ટેકનોલોજી આધારે (Mehsana LCB raid) મોબાઈલ એપ્લિકેશનોથી વધી રહ્યો છે. તેવામાં સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોને છેતરતા કેટલાક ગઠિયાઓ દ્વારા ચાલતા ડબ્બા ટ્રેડિંગના રેકેટ મામલે મહેસાણા LCBની ટીમ દરોડા પાડ્યા હતા. જેને લઈને મહેસાણા LCBને વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ સાથે ત્રણ ગઠિયા ઝડપાયા હતા.(Stock market bin trading caught in Vadnagar)

આ પણ વાંચોMehsana Biodiesel Racket: મહેસાણાના મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ ઝડપાયું, PI સસ્પેન્ડ

શું હતો સમગ્ર મામલો મળતી માહિતી મુજબ LCBની ટીમને મળેલી બાતમી આધારે વડનગરના ડબગર વાસમાં રહેતા મકરધ્વજ સંજયકુમાર વાઘેલાના ઘરે દરોડા પાડ્યા હતા. ઘરમાં બેસી 3 શખ્સો દ્વારા શેરબજારની ટીપો માટે લોકોના કોન્ટેક નંબરોનું લિસ્ટ મેળવી મોબાઈલ ફોનમાં નાખેલા કાઈટ અને એડલવાઈઝ નામની મોબાઇલ એપ્લિકેશન આધારે જેતે ગ્રાહકોને શેર લેવા વેચવાની ટીપ આપતા હતા. જો કોઈ ગ્રાહકને ફાયદો થાય તો તે ફાયદાની રકમમાંથી 20 કે 30 ટકાનો લાભ લઇ લેતા, જ્યારે કોઈને નુકસાન જાય તો તેનો ફોન ન ઉપાડી સંપર્ક વિહોણા થઈ ચિટિન્ગ કરતા હતા. (Mehsana Crime News)

આ પણ વાંચોનવસારીમાં ચીખલી હાઇવે પર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું , 4 આરોપીઓની ધરપકડ

3 પકડાયા, 1 ફરાર આ સમગ્ર બાબતને લઈને હકીકત જાણીને પોલીસે ડબ્બા ટ્રેડિંગના રેકેટમાં સામેલ 3 શખ્સોને સ્થળ પરથી ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓ મકરધ્વજ સંજયકુમાર વાઘેલા, રજનીકાંત દેવીપૂજક અને સચિન વાઘેલા હતા. તેમજ મહેશ દશરથ ઠાકોર નામનો આરોપી ફરાર હોવાની માહિતી મળી હતી. સ્થળ પરથી 12,000ની કિંમતના કુલ 6 મોબાઈલ ફોન અને માત્ર 100 રૂપિયા રોકડ મળી આવી હતી. કુલ 12,100ના મુદ્દામાલ સાથે અટકાયત કરી વડનગર પોલીસ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. (Dabba trading racket in Dabgar Vas)

ABOUT THE AUTHOR

...view details