મહેસાણા:આજના સમયમાં મોટા ભાગની વસ્તુઓમાં ભેળસેળ આવી રહી છે. મહેસાણામાં આવેલા વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 5 કિલોની 151 બેગ મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવટી મરચું 200 રૂપિયે કિલો મધુપુર બજારમાં વેચાતું હતું. કલર નાખી મરચું બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ જ વેપારી બનાવતી ધાણાજીરું પાવડર બનાવતો ઝડપાઇ આવ્યો હતો. તે સમયે 10,44,885 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સંચાલક સામે કાર્યવાહી: મહેસાણા જિલ્લાના વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલ ઉમિયા ગોડાઉનમાં બનાવટી મરચું બનાવતી ફેક્ટરી પર મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. રાત્રી દરમિયાન તંત્રના દરોડામાં ફેકટરીમાંથી 3858 કિલો બનાવતી મરચાનો જથ્થો મળી આવ્યો હતો. 5 કિલોની 151 બેગ ભરેલું બનાવટી મરચું તંત્ર દ્વારા સેમ્પલ લઈ સિઝ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ મરચાના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફેક્ટરીમાં તંત્રના દરોડા: વિજાપુર નજીક આવેલ ઉમિયા ગોડાઉનના મહેશકુમાર પુનમચંદ મહેશ્વરીની ફેક્ટરીમાં તંત્રના દરોડા દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં પાવડર આધારે બનાવટી લાલ ચટાક મરચું તૈયાર કરી વેપાર માટે મોકલવામાં આવતું હતું. જે મરચું પાવડર કલર થી બનાવવામાં આવતું હોય લોકોના આરોગ્ય માટે અને ખાવા. અંતે જોખમી જોવા મળ્યું હતું. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીમાં પડેલ 3858 કિલો જેટલા શંકાસ્પદ મરચું મળી 10,44,885ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કુલ 151 બેગ માંથી મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો |