ગુજરાત

gujarat

ETV Bharat / state

DudhSagar Dairy Ghee Scam: મહેસાણા દૂધ સાગર ડેરીના તત્કાલીન MDને કલેક્ટરે ફટકાર્યો દંડ

મહેસાણા દૂધસાગર ડેરીમાં (Mehsana DudhSagar Dairy) વર્ષ 2020ના ઔષધ વિભાગ (Department of Food and Drugs) દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. આ તપાસમાં ઘીમાં ભેળસેળ (Mehsana DudhSagar Dairy Ghee Scam) હોવાનું સામે આવ્યું છે. આ ભેળસેળ મામલે મહેસાણા અધિક કલેક્ટરે ડેરીના તત્કાલીન MD નિશિથ બક્ષીને (Mehsana Dudh Sagar Dairy MD Nishith Bakshi) દંડ ફડકારવામાં આવ્યો છે.

Mehsana Dudh Sagar Dairy: મહેસાણા દૂધ સાગર ડેરીના તત્કાલીન MDને કલેક્ટરે ફટકાર્યો દંડ
Mehsana Dudh Sagar Dairy: મહેસાણા દૂધ સાગર ડેરીના તત્કાલીન MDને કલેક્ટરે ફટકાર્યો દંડ

By

Published : Jan 5, 2022, 2:13 PM IST

મહેસાણા: દૂધસાગર ડેરીમાં (Mehsana DudhSagar Dairy) ગત 21,22 અને 23 જુલાઈ 2020 એટલે કે, દોઢ વર્ષ પહેલાં ખોરાક અને ઔષધ વિભાગ (Department of Food and Drugs) દ્વારા દરોડા પાડી વિવિધ ખોરાકના 146 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ઘીના નમૂનાનું પરીક્ષણ પરિણામ સામે આવતા 145 નુમુના નાપાસ થયા હતા અને માત્ર એક જ નમૂનો પાસ થયો હતો.

ખોટા ઘીના કૌંભાડ મામલે કલેક્ટર આપ્યો ચુકાદો

આ સમગ્ર મામલો મહેસાણા અધિક કલેક્ટર પાસે પહોંચ્યો હતો. ઘીમાં ભેળસેળ મામલે અધિક કલેક્ટર દ્વારા ચુકાદો આપતા ડેરીના તત્કાલીન MD નિશિથ બક્ષીને (Mehsana DudhSagar Dairy MD Nishith Bakshi) કસૂરવાર ઠેરાવી રૂપિયા 25000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીના 144 નમૂના નાપાસ થવા મામલેના કેસોની સુનાવણી અને ચુકાદો હજુ બાકી છે.

આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ હતી

આ પહેલા ઘીના કારોબારમાંમહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળ (Mehsana DudhSagar Dairy Ghee Scam) મામલે ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને તત્કાલીન MD નિશિથ બક્ષી સહિત લેબ ટેક્નિશિયન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સામેની પોલીસ ફરિયાદ બાદ હાલ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

સરકારના આદેશનો ઉલ્લંઘન કર્યુ ડેરીએ

આ પહેલા પણ ડેરીમાં સરકારે અગાઉ કરેલી ટકોર છતાં ઘીની ગુણવત્તા માપવા RM મશીન ઉપયોગ કરાતું હતું. RM મશીન ઘીમાં થતી કેમિકલયુક્ત ભેળસેળ માપી શકવામાં સક્ષમ નથી, છતાં પણ આ મશીનનો વારંવાર વપરાશ કરાતો હતો.

પોલીસ તપાસમાં નકલી ઘીનું ટેન્કર ઝડપાયું

ડેરીને GC મશીન સબસીડી સાથે ખરીદી કરવા અંગે જાણ કરાઈ હતી, છતાં આ GC મશીનની ડેરી દ્વારા ખરીદી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ઘીમાં ભેળસેળ મામલે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ હતી. આ મામલે પોલીસે તપાસ કરી તો નકલી ઘીનું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ઝડપાયેલા આ નકલી ઘીના ટેન્કરનો નાશ કર્યા વિના છોડી દઈ ટ્રાન્સપોટરને ઘી સોંપી દેવાયું હતું. આ ઘી વેચી ટ્રાન્સપોટર ડેરીને વળતર ચૂકવવાનો હતો, આ ચોંકવનારી વાતનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

ખાતર કૌંભાડ મામલે સુરતનાં ખેડૂતોમાં આક્રોશ, GSFCનું પૂતળા દહન કર્યુ

તુવેર કૌંભાડ: ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેતરમાં શંકાસ્પદ તુવેરનો જથ્થો પકડ્યો

ABOUT THE AUTHOR

...view details