ગુજરાત

gujarat

ETV Bharat / state

PM કિસાન સન્માન નિધિ યોજનામાં મહેસાણા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે - Farming lockdown

મહેસાણા જિલ્લામાં પણ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ અને ખેડૂતોને મળતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ફંડના કારણે લોકોએ લોકડાઉનના સમયમાં પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન
પ્રધાનમંત્રી કિસાન સન્માન

By

Published : Apr 28, 2020, 1:02 PM IST

મહેસાણા : દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનમાં ગરીબ અને ખેતી સાથે જોડાયેલા નાગરિકો માટે સમય કપરો બન્યો હતો. જો કે, આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની યોજનાઓ અને આયોજન જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે. ત્યારે મહેસાણા જિલ્લાના કાંસા ગામે ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા 2000ની સહાય અને તાજેતરમાં મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના થકી મળેલ 1000ની સહાય મેળવતા ખુશી અનુભવી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આ સહાય મેળવતા લાભાર્થીઓ માટે આ કપરી સ્થિતિમાં પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યું છે. આમ સરકાર ખેડુતો અને ગરીબોના આત્મવિશ્વાસને મજબૂત બનાવી રાષ્ટ્રના હિતમાં નાગરિકો સન્માન સાથે પોતાના કાર્યમાં આગળ વધી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details