ગુજરાત

gujarat

ETV Bharat / state

પોષણ અભિયાનમાં કુશળ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો - સ્મૃતિ ઈરાની

મહેસાણાઃ જિલ્લાએ પોષણ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરી હતી. જે બદલ જિલ્લાને રાષ્ટ્રીસ્તરે એવોર્ડ એનાયત કરાયો હતો. દિલ્હી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના DDOને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોષણ અભિયાનમાં કુશળ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

By

Published : Aug 28, 2019, 10:43 PM IST

સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાનમાં મહિનાના ચાર મંગળવારે ICDS દ્વારા આંગણવાળી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. પોષણ અભિયાનને વેગ આપી મહેસાણા જિલ્લાએ ઉત્તમ કામગીરી દર્શાવી હતી. જેથી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ DDOને એવોર્ડ એનાયત કરી સન્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પોષણ અભિયાન થકી મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કાર્યક્રમ, બીજા મંગળવારે બાળ તુલા, ત્રીજા મંગળવારે અન્નપ્રાસન દિવસ અને ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ યોજવામાં આવે છે.

વડાપ્રધાન દ્વારા 8 માર્ચ 2018થી રાજસ્થાનના ઝૂંઝુનું જિલ્લાથી પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ 3 જુલાઈ 2018 થી રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત થઇ હતી. જેમાં હેસાણા જિલ્લાએ ઉત્તમ આગેવાની કરી હતી. જે બદલ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ એવોર્ડ 23 ઓગસ્ટના રોજ એવોર્ડ એનાયત કરાયો હતો.

રાષ્ટ્રીય પોષણ અભિયાનનો હેતું 6 વર્ષ સુધીના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવાનો હતો. આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, પોષણ સ્તર સુધારવા જનઆંદોલન કાર્યક્રમમાં જિલ્લાએ વિશેષ કામગીરી કરી હતી. જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરો દ્વારા સુપોષણ સંવાદ, બાલતુલા દિવસ, અન્નપ્રાશન દિવસ, બાલ દિવસ, અન્ન વિતરણ દિવસ, મમતા દિવસ સહિતના વિવિધ દિવસો યોજીને જિલ્લાએ પોષણ અભિયાનમાં સુપેરે કામગીરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details