ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - mehsana news today

મહેસાણાઃ જિલ્લામાં યોજાનારી ખેરાલુ 20 વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થતા કામગીરી શરૂ કરાઈ હતી અને જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી લક્ષી માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી પંચ

By

Published : Sep 23, 2019, 9:18 PM IST

મહેસાણા જિલ્લામાં ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર ખાલી પડેલી ધારાસભ્યની જગ્યા માટે આગામી 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે 23 સપ્ટેમ્બરથી ખેરાલુ વિધાનસભા બેઠક અને જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. મહેસાણા જિલ્લા ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ સહિત સુરક્ષા તંત્ર સજ્જ થયું છે.

જિલ્લા ચૂંટણી પંચ

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે અને 21 ઓક્ટોબર મતદાન થશે અને 24 ઓક્ટોબર મતગણતરી થનારી છે, ત્યારે મહત્વનું છે કે આ પેટા ચૂંટણીમાં ખેરાલુ વિધાનસભા બેઠકમાં આવતા ત્રણ તાલુકા ખેરાલુ વડનગર અને સતલાસણાના કુલ 2,09,533 મતદારો છે. જેમાં 1,08,894 પુરુષ મતદારો છે, જ્યારે 1,00,633 સ્ત્રી મતદારો છે અને 3 થર્ડ જેન્ડરના મતદારો છે. તે ઉપરાંત 18 થી 19 વર્ષની આયુ ધરાવતા 5,796 યુવા મતદારોમાં કેટલાક ફર્સ્ટ વોટર છે. જેઓ કુલ 269 મતદાન મથકો પર મતદાન કરશે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરતા મતદારોને જો કોઈ ઉમેવાર પસંદ ન હોય તો નોટાનો ઓપશન ઉપયોગ કરી મતદાન અવશ્ય કરવા આહવાન કરાયું છે.

ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વિભાગ પણ સક્રિય બન્યો છે. આ સાથે જ ચૂંટણી પંચની જૂદી-જૂદી ટીમો દ્વારા વાહન ચેકીંગ સહિતની તપાસ કરતા ઓબઝર્વેશન કરવામાં આવશે તો ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધી ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details