મહેસાણા: ગ્લોબલ વોમીંગ સામેની જંગમાં દેશ અને દુનિયા આજે એક થઇ ટક્કર આપી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય ગૃહ વિભાગ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહની પ્રેરણાથી 1.35 કરોડ રોપા રોપવાના લક્ષાંકને પગલે 1.40 લાખ રોપા રોપવામાં આવ્યા છે.
મહેસાણા CISF દ્વારા સાંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - સાંસદ શારદાબેન પટેલ
મહેસાણા CISF દ્વારા સાંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.
મહેસાણા
ત્યારે આજે મહેસાણા સ્થિત ONGC ખાતે વધુ વૃક્ષો રોપવા CISF ટિમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લાના લોકસભા બેઠક પરના સાંસદ શારદાબેન પટેલ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના અધ્યક્ષ નીતુ કપૂર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.
Last Updated : Sep 11, 2020, 11:30 PM IST