- મહેસાણા જિલ્લા પંચાયત પદાધિકારીઓ નિરંકુશ બન્યાં
- પહેલા જ દિવસે રોડ શો કર્યો, ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ
- રોડ શોના ટ્રાફિકને લીધે એમ્બ્યૂલન્સ પણ અટવાઈ ગઇ
મહેસાણાઃ મહેસાણા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે, ત્યાં હોદ્દા પર આવતાંની સાથે જ પહેલાં દિવસે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોરે પોતાના સમર્થકો સાથે DJ સાથે અને ઓપન જીપમાં વગર માસ્કે રોડ શો યોજ્યો છે. DJનું આયોજન જોતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે હોદ્દા પર આવતાંની સાથે જ આ હોદ્દેદારોએ પોલીસ તંત્રને પણ અવગણી કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસકર્મી અને અધિકારીઓ ભાજપના શાસકો સામે લાચાર જોવા મળ્યાં હતાં. પોલીસે ડીજે સહિત રોડ શો ન કરવા સમજાવ્યાં તો પણ ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈનના નિયમોનો ભંગ કર્યો હતો.