ગુજરાત

gujarat

ETV Bharat / state

Mehsana Biodiesel Racket: મહેસાણાના મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ ઝડપાયું, PI સસ્પેન્ડ - મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

મહેસાણાના મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ (Mehsana Biodiesel Racket) ઝડપાયું હતું. તેના કારણે તાલુકા PI આર. એલ. પારધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા (Mehsana taluka police inspector suspended) છે. તાલુકા પોલીસની રહેમનજર હેઠળ આ બાયોડીઝલ વેચાતું હોવાનું સામે આવ્યું હતું.

Mehsana Biodiesel Racket: મહેસાણાના મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ ઝડપાયું, PI સસ્પેન્ડ
Mehsana Biodiesel Racket: મહેસાણાના મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ ઝડપાયું, PI સસ્પેન્ડ

By

Published : Apr 11, 2022, 9:13 AM IST

મહેસાણાઃ મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ સામે આવતા (Mehsana Biodiesel Racket) મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. પારધીને સસ્પેન્ડ (Mehsana taluka police inspector suspended ) કરવામાં આવ્યા છે. અહીંથી બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપાયો હતો.

પોલીસની રહેમનજર હેઠળ આ બાયોડીઝલ વેચાતું હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો-Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી બાતમી- આ અંગે મળતી માહિતી અનુસાર, રાજ્યના સ્ટેટ મોનોટરિંગ સેલને (State Monitoring Cell Raid) બાતમી મળતા મહેસાણા તાલુકાના મેવડ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં તપાસ કરતા ગેરકાયદેસર રીતે ચાલતું બાયોડીઝલનું કૌભાંડ (Mehsana Biodiesel Racket) સામે આવ્યું હતું. તો પોલીસે 66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી દશરથ પટેલ સહિત 9 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકા PI આર. એલ. પારધીને સસ્પેન્ડ

આ પણ વાંચો-Biodiesel seized in Surat : સુરતના નંદાવ પાટિયા નજીકથી પોલીસે 14 લાખનું બાયોડીઝલ ઝડપ્યું

PI સસ્પેન્ડ - રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ સ્થાનિક પોલીસ સ્ટેશન મહેસાણા તાલુકા પોલીસ મથકના મુખ્ય અધિકારી આર. એલ. પારધીની સમગ્ર મામલે બેદરકારી હોવાના મામલે તેમને ફરજ પરથી બરતરફ (Mehsana taluka police inspector suspended) કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details