ગુજરાત

gujarat

ETV Bharat / state

Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ - Mehsana Azadi ki Kuch rally case Accused acquitted

મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજવા મામલે સેશન્સ કોર્ટે જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના લોકોએ સેશન્સ કોર્ટમાં સજા માફીની માંગ કરતી અરજી કરી હતી.

Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ
Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ

By

Published : Mar 30, 2023, 8:37 PM IST

Updated : Mar 30, 2023, 10:45 PM IST

જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલ 10 આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યા

મહેસાણા : વર્ષ 2017માં મહેસાણામાં આઝાદી કી કુછ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલ સહિત 14 સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોર્ટે 10 આરોપીઓને ત્રણ માસની સજા આપી હતી, પરંતુ ત્યારબાદ નીચલી કોર્ટનો હુકમ મહેસાણા સેન્સર કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસમાં સેન્સર કોર્ટે તમામ 10 આરોપીઓની સજા રદ કરી નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો: બનાસકાંઠાના ધનેરામાં અનુસૂચિત જાતિના લોકોને ફાળવવામાં આવેલા પ્લોટો પર ગેરકાયદેસર દબાણો કરવાનો દાવો સામે આવ્યો હતો. જેને લઈને ન્યાય મળે માટેની લડતમાં તે સમય દલિત નેતા જીગ્નેશ મેવાણી, પાટીદાર નેતા રેશ્મા પટેલ અને કનૈયાકુમાર સહિતના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તંત્રની મંજૂરી વગર જ મહેસાણાથી ધાનેરા આઝાદી કુછ રેલી કાઢી હતી.

3 માસની જેલ :તંત્રની મંજૂરી વગર રેલી કાઢવા મામલે પોલીસે રેલીને મહેસાણા ફતેહપુરા સર્કલ પર અટકાવી હતી. જેમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ અને કનૈયા કુમાર સહિત કેટલાક આયોજકોની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મહેસાણા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં પહોંચ્યો હતો. જે મામલે કોર્ટે ગત પાંચમી મેં 2022ના રોજ 10ને પ્રત્યેકને 3 માસની કેદની સજા અને 1000 દંડ ફટકાર્યો હતો. જે કોર્ટના ચુકાદામાં ગુનેગાર ઠરેલ જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ અને કનૈયા કુમાર સહિતના તમામ 10 લોકોએ ચુકાદાને ઉપરી કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો :Surat News : સુરતમાં આરોપીને ફાંસીની સજા સહઆરોપીને આજીવન કેદ, બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચૂકાદો

માફીની અરજી :સેશન્સ કોર્ટમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિત તમામની સજા માફીની માંગ કરતી અરજી કરી હતી. આ અરજીનો આગ્રહ રાખી તમામ આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે હુકમ નિર્દોષનો હુકમ કર્યો છે. જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ, સુબોધ પરમાર સહિત તમામ દોશીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

સત્યની જીતનું રટણ : મહેસાણા સેશન્સ કોર્ટે આઝાદી કુછ મામલે નીચેની કોર્ટે ગુનેગાર ઠેરાવેલ તમામ 10 આરોપીની અરજી મામલે 29 માર્ચ 2023ના રોજ ચુકાદો આપતા તમામ 10 આરોપીને નિર્દોષ ઘોષિત કરી મુક્ત કર્યા છે. સમગ્ર પ્રકરણ મામલે કોર્ટે નિર્દોષ છોડતા જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલે તેમની સામે ખોટો કેસ કરાયો હોવાનું અને સત્યની જીત થઈ હોવાનું રટણ કર્યું હતું.

આ પણ વાંચો :Budget Session: નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં પણ અદાણીને અપાતું હોવાનો મેવાણીએ કર્યો આક્ષેપ

કોણ કોણ હતુ સામેલ : 2017માં મહેસાણા મંદિર જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશમા પટેલ, કૌશિક પરમાર, જોઈતાભાઈ પરમાર, ગિરીશ પરમાર, અરવિંદભાઈ, ગૌતમભાઈ, ખોડાભાઈ, કપિલશાહનું સમાવેશ થતો હતો. પરંતુ હાલ તમામ નિર્દોષ છૂટ્યા છે. મહેસાણા સેશન્સ કોર્ટમાં ચુકાદા સમતે મુદતે હાજર રહેલા જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલે કોર્ટના ચુકાદા મામલે નિવેદન આપતા રેશ્મા પટેલે આ મામલે જેતે સમયે 2017માં દલિતો જમીનથી વનચિત હતા અને તેઓ સવિધાનીક હક થી લડી રહ્યા હતા ત્યારે એમના માટે રેલી કરતા અમને ખોટા કેસોમાં ફસાવી દઈ 3 માસની સજા કરવામાં આવેલી હતી.

જીગ્નેશ મેવાણી એ નિવેદન આપતા 2017માં જમીનના મૂળ લાભાર્થી ને જમીન ખેડવાનો હક મળે માટે અમે રેલી કરેલ જે સમયે પોલીસ મંજૂરી ન હતી તેવું ગ્રાઉન્ડ ઉભું કરી અમારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો હતો એ કેસમાં આજે અમને નિર્દોષ છોડ્યા છે એ દેશમાં રેલી, આંદોલન અને નિવેદન કરવા એ ફંડામેન્ટલ અધિકાર રહ્યા છે. જેને સેલિબ્રેટ કરતું આ જજમેન્ટ કોર્ટે આપ્યું છે.

Last Updated : Mar 30, 2023, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details