ગુજરાત

gujarat

By

Published : May 1, 2020, 7:19 PM IST

ETV Bharat / state

મહેસાણા પોલીસ પરિવાર દ્વારા માસ્ક બનાવી વિતરણ કરાયું

લોકડાઉનના સમયગાળા દરમિયાન મહેસાણા પોલીસ પરિવારની બહેનો દ્વારા બનાવેલા માસ્ક પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને વિતરણ કરવામાં આવ્યાં હતાં.

Masks were distributed by Mahesana police family
મહેસાણા પોલીસ પરિવાર દ્વારા માસ્ક બનાવી વિતરણ કરાયું

મહેસાણાઃ સમગ્ર વિશ્વમાં પ્રચંડ ગતિએ પ્રસરી રહેલા કોવિડ-19ના ફેલાવાને અટકાવવા ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યાં છે, ત્યારે સમગ્ર પ્રજાજનોની સલામતી અને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉનને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણા જિલ્લા પોલીસ ખડેપગે રહી પોતાની ફરજ નિભાવી રહી છે, ત્યારે સાથે-સાથે મહેસાણા જિલ્લાના પોલીસ પરિવારજનો પણ આ લડાઇમાં સાથ આપી સેવા ભાવી કાર્ય કરી રહ્યાં છે.

મહેસાણા પોલીસ પરિવાર દ્વારા માસ્ક બનાવી વિતરણ કરાયું

સમગ્ર વિશ્વ મહામારી સામે લડવા સેવાના ભાગરૂપે તેમજ પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓ આપણા માટે આ લડાઈમાં સામેલ થઈ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા યથાક પ્રયત્નો કરી રહ્યાં છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન મહેસાણા પોલીસ પરિવારની બહેનો દ્વારા બનાવેલા માસ્ક પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને વિતરણ કરવામાં આવ્યાં હતાં.

મહેસાણા પોલીસ પરિવાર દ્વારા માસ્ક બનાવી વિતરણ કરાયું

મહેસાણા જિલ્લા પોલીસ પોતાની ફરજની સાથે સાથે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. પોલીસ પરિવાર દ્વારા બનાવેલ માસ્ક નાગરિકોને વિતરણ કરી પોલીસની સાથે-સાથે પોલીસ પરિવારની બહેનો પણ હર હંમેશા ઉમદા કાર્ય કરી નાગરિક જનોના હિતની ચિંતા કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details