ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝામાં વેચે દીધેલી કારના પૈસા પાછા ન મળતા યુવકે આત્મહત્યા કરી

મહેસાણાના ઊંઝાના રહેવાસી મેહુલ પટેલે વેચેલી કારના પૈસા પાછા ન મળતા આત્મહત્યા કરી હતી. પોલીસે વીડિયો અને સુસાઈડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઊંઝા
ઊંઝા

By

Published : Apr 8, 2021, 1:25 PM IST

  • 42 મિનિટના વીડિયોમાં આત્મહત્યાની ઘટના કેદ થઈ
  • વીડિયો અને સુસાઇડ નોટ તપાસ માટે FSLમાં મોકલાઈ
  • પૈસાની ઉઘરાણી ન આવતા યુવાને જીવન ટૂંકાવ્યું

મહેસાણા: ઊંઝાની રામનગર વસાહતમાં રહેતા 35 વર્ષીય મેહુલ પટેલ નામના એક વ્યક્તિએ ડાભી ગામના મનોજને વચ્ચે રાખી સુરેશને કાર વેચી હતી. તે કારના 2 લાખ માંગવા છતાં આપ્યા ન હતાં. તેથી કાર વેચનાર મેહુલ પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઊંઝા પોલીસે પ્રાથમિક તપાસ બાદ ડાભીના સુરેશ સામે યુવકના આત્મહત્યા મામલે દુષપ્રેરણાની ફરિયાદ નોંધી છે.

સુસાઇડ નોટ

આ પણ વાંચો:ધરમપુર ખાતે રહેતી મોડલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી સગીરાએ કરી આત્મહત્યા

આત્મહત્યાનું વીડિયો રેકોર્ડિંગ અને સુસાઇડ નોટ મળી આવ્યા

ઊંઝામાં મેહુલ પટેલ અપમૃત્યુ કેસમાં પોલીસે ઘટના સ્થળેથી યુવકનો મોબાઈલ કબજે કર્યો છે. સાથે જ, બેડ પર પડેલી સુસાઇડ નોટ કે જેમાં સમગ્ર આત્મહત્યા પ્રકરણ માટે કાર ખરીદદાર દ્વારા 2 લાખ રૂપિયા ચૂકવાયા ન હોવાની ઘટનાનો ઉલ્લેખ કરી આત્મહત્યા માટે ડાભી ગામના સુરેશના નામનો ઉલ્લેખ કર્યો છે તે પણ કબજે કરાઈ છે. મહત્વનું છે કે, યુવકે આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. જેને લઈ સમગ્ર આત્મહત્યાની ઘટના મોબાઈલમાં કેદ થઈ છે. પોલીસે વીડિયો રેકોર્ડિંગ અને સુસાઇડ નોટ FSLમાં મોકલી આપી છે અને સુરેશ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેહુલ પટેલ

આ પણ વાંચો:હલ્દવાનીમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પીને આત્મહત્યા કરી

ABOUT THE AUTHOR

...view details