જોટાણા બેન્ક ઓફ બરોડાના મેનેજર સામે છેતરપિંડી કરાયાનો આરોપ
જોટાણાની બેન્ક ઓફ બરોડામાં FD કરવા આવેલા લોકોને વીમો પકડાવી દીધાના આક્ષેપ સાથે હોબાળો
જોટાણા બેન્ક ઓફ બરોડાના મેનેજર સામે છેતરપિંડી કરાયાનો આરોપ
જોટાણાની બેન્ક ઓફ બરોડામાં FD કરવા આવેલા લોકોને વીમો પકડાવી દીધાના આક્ષેપ સાથે હોબાળો
ગ્રાહકોને અંધારામાં રાખી રૂપિયા 40 હજારથી રૂપિયા 4 લાખનું વીમા પ્રિમિયમ ભરાવી દીધું
મહેસાણાઃ આ મામલે હોબાળા બાદ લોકો સાંથલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. લોકો બચતના પૈસા બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવા આવતાં ત્યારે બેન્ક મેનેજર તેમને ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી વીમા એજન્ટ સાથે મળી લોકોના પૈસા બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવાની જગ્યાએ વીમો પકડાવી દેવાયો હતો. લોકોને થોડા સમય બાદ જાણ થતાં બેન્કમાં આવતાં મેનેજર હિમાંશુ મકવાણાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આવા જવાબથી કંટાળેલા લોકોએ સોમવારે બેન્કમાં હોબાળો મચાવ્યો હતો.
5 ગામોના લોકોએ FD કરાવી તો તે રકમનો વીમો ઉતારી લેવાયો
મેમદપુરા, જાકાસણા, સૂરજ, ચાલાસણ તથા જોટાણા સહિતના ગામોના લોકો પાસે રૂ.40 હજારથી માંડીને રૂ.4 લાખ જેટલું વીમા પ્રીમિયમ ભરાવાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. વીમા એજન્ટ જેના ખાતામાં વધારે બેલેન્સ હોય એના ઘેર પહોંચી જતો અને બચત ખાતામાં કોઈ વ્યાજ મળશે નહીં આમાં વધારે વ્યાજ મળશે એવી લાલચ આપી વીમા ઉતારી છેતર્યા છે. મેમદપુરા, જાકાસણા, સૂરજ, ચાલાસણ, જોટાણા સહિત ગામોના લોકો છેતરાયાં હોવાનું જાણવા મળે છે.
ફરિયાદ માટે આવેલ ટોળું ફરિયાદ નોંધાયા વિના જ જતું રહ્યું
સાંથલ પીએસઆઈ એમ.એન. રાઠોડે જણાવ્યું કે, હું મહેસાણા ગયો હતો, ત્યારે કેટલાક લોકો આવ્યાં હતાં પરંતુ તેઓ ફરિયાદ નોંધાવ્યા વિના પાછાં ગયાં હતાં