મહેસાણાઃ જર જમીન અને જોરું ત્રણે કજીયાના છોરું બસ આવી જ એક ઘટના મહેસાણા જિલ્લાના બેચરાજી ફિંચડી રોડ પર આવલે ખેતી લાયક પોણા પાંચ વીઘા જમીન માટે બની હતી. જેમાં હંસલપુરના પૂર્વ સરપંચ જમીનનો દાવો જીતી જતા જમીનમાં તાર ફેનસિંગ કરતા હતા. ત્યારે સામાં પક્ષના કેટલાક અસામાજિક તતાવોએ ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં પૂર્વ સરપંચ અને તેમના પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. અને 4 લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.
જમીન વિવાદમાં પિતા-પુત્રની હત્યામાં 11 આરોપીઓને જન્મટીપની સજા - જમીન વિવાદ
મહેસાણામાં બેચરાજી ડબલ મર્ડર કેસનો ચુકાદો આવ્યો હતો. આ જમીન વિવાદના મામલામાં પિતા-પુત્રની હત્યાના આરોપીઓને કોર્ટે જન્મટીપની સજા આપી છે.
ડબલ મર્ડર કેશ
સમગ્ર ઘટનામાં બેચરાજી પોલીસ મથકે 14 આરોપીઓ સામે ડબલ મર્ડરની ફરિયાદ નોંધાઇ હતી, સામે પક્ષે પણ મારમારીની ક્રોસ ફરિયાદ નોંધાવી હતી, જે કેસ મહેસાણા એડિશનલ સેશન્સ જજ એમ.ડી.પાન્ડેની કોર્ટમાં ચાલી જતા કુલ 33 સાક્ષીઓની જુબાની, 88 જેટલા દસ્તાવેજી પુરાવા, કબજે કરાયેલા હથિયાર અને ઘટનાના FSL રિપોર્ટ અને 3 ઇજાગ્રસ્ત સહિત મજૂરની મહત્વની જુબાનીના આધારે સરકારી વકીલ ભરતકુમાર પટેલની દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે 15 પૈકી 11 આરોપીઓને જન્મટીપની સજા અને 5000નો દંડ કર્યો છે.