ગુજરાત

gujarat

વિસનગર તાલુકા પંચાયતની 14 કાંસા બેઠકની પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો

By

Published : Dec 31, 2019, 12:13 PM IST

મહેસાણા: વિસનગર તાલુકા પંચાયતની 14 કાંસા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ મંગળવારે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

ETV BHARAT
વિસનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

વિસનગર તાલુકા પંચાયત 14 કાંસા બેઠક પર સભ્યની બેઠક ખાલી પડી હતી. જેને પગલે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા ગત 29 ડિસેમ્બરના રોજ કુલ 3,278 જેટલા મતોનું મતદાન થયું હતું. જે બાદ 31 ડિસેમ્બરે વિસનગર તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

વિસનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

બન્ને પક્ષના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં નિયુક્ત ચૂંટણી અધિકારી તરીકે વિસનગર મામલતદારે મતગણતરી શરૂ કરાવી હતી. 4 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ 3,278 મતના ગણતરીના અંતે ભાજપના ઉમેદવારને 2,347 મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 861 મત મળ્યા હતા. આ ઉપરાંત નોટામાં પણ 40 લોકોના મત પડ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ પટેલને ચૂંટણી અધિકારીએ નિયમ અનુસાર વિજય જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details