ગુજરાત

gujarat

By

Published : May 2, 2020, 11:53 PM IST

ETV Bharat / state

મહેસાણામાં તંત્ર બેદરકારીથી 21 નવા કોરોના પોઝિટિવ કેસ

મહેસાણા જિલ્લામાં તંત્રની બેદરકારીથી 21 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ટિક્ટોક સ્ટાર બનેલી ખેરાલુની પોલીસ કોન્સ્ટેબલ અરર્પિતા ચૌધરી પણ કોરોના પોઝિટિવમાં સપડાઈ છે.

મહેસાણા જિલ્લામાં તંત્ર બેદરકારીથી 21 નવા કોરોના પોઝિટિવ કેશો સામે આવ્યા
મહેસાણા જિલ્લામાં તંત્ર બેદરકારીથી 21 નવા કોરોના પોઝિટિવ કેશો સામે આવ્યા

મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર અતિગતી વધી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણનક બ્લાસ્ટ સર્જાયો હતો. તેમ નવા 21 પોઝિટિવ કેશો સાથે કુલ આંક 32 થયો છે.

મહેસાણા જિલ્લામાં તંત્ર બેદરકારીથી 21 નવા કોરોના પોઝિટિવ કેશો સામે આવ્યા
મહેસાણા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી કોરોના અવરનેશ અને નગરિકોની સેવાકીય પ્રવૃત્તિના દાવા કરવામાં આવે છે પરંતુ એક વાસ્તવિકતા જોઈએ તો મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી કોરોના સંક્રમિત આયાતી વ્યક્તિઓના કારણે જિલ્લામાં કુલ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે સતલાસણા, સુદાસણા અને ધરોઈ ખાતેથી 5 કેસ સામે આવ્યા છે. જેમાં એક મીડિયાકર્મી પણ સામેલ છે. જ્યારે વડનગરના મોલિપુર ગમેથી વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉમેદપુર-ઉનાવા-ઉમરી-વિસનગર-ખેરાલુ-મહેસાણા અને અમદાવાદના રામોલ મળી કુલ 7 કેસ પોઝિટિવ આવ્યા છે.

આમ કુલ 21 નવા કોરોના સંક્રમિત કેશમાં એક વિસનગરના તબીબ અને વડનગરના હેલ્થ વર્કર સાથે મહેસાણાના એક નર્સ દર્દીની તપાસ કરતા પોતે સંક્રમિત થયા છે, તો ટિક્ટોક સ્ટાર બનેલી ખેરાલુની પોલીસ કોન્સ્ટેબલ અરર્પિતા ચૌધરી પણ કોરોના પોઝિટિવમાં સપડાઈ છે. હાલમાં નવા 17 દર્દીઓને વડનગર સરકારી મેડિકલ હોસ્પિટલ અને અન્ય 4 દર્દીઓને મહેસાણા ખાતે તૈયાર કરેલા કોવિડ 19 સ્પેશ્યિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.

આમ હાલમાં મહેસાણા જિલ્લા ખાતે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 32 થયો છે. તો કોરોનાના નવા સંક્રમિત 21 દર્દીઓના ટેસ્ટ માટે 1લી મેં ના રોજ સેમ્પલ લેવાયા હતા. જોકે તે તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તો સમગ્ર ઘટનામાં અધિકારીઓ એ મીડિયાને માહિતી પૂરી પાડવામાં મતભેદની નીતિ દાખવી સાચી માહિતી માટે પીછે હઠ કરી સંપર્ક વિહોણા બન્યા હતાં.

બીજી તરફ મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની મોટી બેદરકારી સામે આવી છે કે પરપ્રાંત કે અન્ય જિલ્લામાંથી લોકડાઉનનો ભંગ કરી કોરોના સંક્રમિત વ્યક્તિઓ કેવી રીતે જિલ્લામાં દાખલ થઈ શક્યા અને કેમ હજુ પણ તંત્ર અન્ય જિલ્લામાંથી આવેલા લોકો સામે તકેદારીના પગલાં ભરવામાં ઉદાસીન છે તે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details