- મહિલાએ સેનિટાઈઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું
- 8 વર્ષની પુત્રી હોવા છતાં સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ
- કોર્ટે ગુનામાં ગંભીર બાબતો ધ્યાને લઇ હાલમાં જામીન નામંજૂર કર્યા
મહેસાણાઃ શહેરના ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતા વિધિ પટેલે પોતાની સાસરીમાં ત્રાસ આપવામાં આવતો હોવાથી સેનિટાઇઝર પોતાના શરીરે છાંટી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. પોતાની 8 વર્ષની દીકરી હોવા છતાં તેને આ પ્રકારે મજબૂર બની આત્મહત્યા કરી હતી.
પરિણીતા અપમૃત્યુ કેસમાં આરોપી સાસુ-સસરાના જામીન નામંજૂર આ પણ વાંચોઃદહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ
પોલીસે મૃતક મહિલાના સસરાની ધરપકડ કરી
આ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ તેના સાસુ-સસરા, પતિ અને અન્ય સાસરિયા સામે નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે પોલીસે મૃતક મહિલાના સસરાની ધરપકડ કરી હતી. જેમની મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી અને સાસુની આગોતરા જામીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી.
પરિણીતા અપમૃત્યુ કેસમાં આરોપી સાસુ-સસરાના જામીન નામંજૂર આ પણ વાંચોઃજામનગરના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 7 આરોપીઓના જામીન નામંજૂર
આરોપીઓ દ્વારા મહિલાને મરવા મજબૂર કરાઈ હોવાની આશંકા
જામીનની અરજી કરાતા કોર્ટે ગુનાની ગંભીર પરિસ્થિતિઓ અને 8 વર્ષની દિકરીને મૂકી કોણ માતા આ પગલું ભરે તેવા સવાલ કર્યા હતા. મહિલાને મરવા આરોપીઓ દ્વારા મજબૂર કરાઈ હોવાની આશંકા સાથે સરકારી વકીલની દલીલના આધારે મહેસાણા સેસન્સ જજ એ.પી.કંસારાની કોર્ટમાં જામીન અરજી કોર્ટે ફગાવી સસરાના રેગ્યુલર અને સાસુના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.