મહેસાણાઃ અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTS Exams (International English Language Testing System)માં 8 બેન્ડ લાવી ભારતથી કેનેડા અને કેનેડાથી ગેરકાયદે અમેરિકા પહોંચી ગયેલા મહેસાણા જિલ્લાના 4 વિદ્યાર્થી અંગ્રેજીમાં સાવ ઢ હોવા છતાં કેવી રીતે વધુ 8 બેન્ડ લાવ્યા? તે સવાલનો જવાબ મેળવવા એસઓજીએ તપાસ શરુ કરી દીધી છે. અમેરિકન પોલીસ - સરકારે ((American police) ) મુંબઈ એમ્બેસીને લખેલા પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને (Mehsana SOG ) તપાસ સોંપતાં IELTSની પરીક્ષામાં કંઈક ગોટાળા (IELTS Scam in Mehsana)હોવાની ગંધ પોલીસને પ્રાથમિક તપાસમાં આવી છે. અમેરિકન સરકારે મુંબઈ એમ્બેસીને અને એમ્બેસીના અધિકારીએ મહેસાણા એસપીને જાણ કરી હતી.સમગ્ર ઘટનાનો રેલો નવસારીની હોટલ ફન સિટી અને ત્યાં આઈઇએલટીએસ પરીક્ષા લેતી ટીમ સુધી પહોંચ્યો છે.
મહેસાણા પોલીસની તપાસમાં નવસારીની આ હોટેલમાં IELTS પરીક્ષા લેવાઇ હોવાનું જાણવા મળે છે બોટ ડૂબી તો મામલો સામે આવ્થો -મહેસાણા, વિસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની આઈઇએલટીએસ પરીક્ષા IELTS Exams ના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતાં. જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડરવચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નદીમાં (St Regis River) બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતાં. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઈ, યુએસએ પોલીસે (American police) રેસ્ક્યૂ કરી બચાવી લીધાં હતાં અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થી અંગ્રેજીમાં જવાબ (IELTS Scam in Mehsana)આપી શક્યા નહોતાં.
આ પણ વાંચોઃ Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?
કોણ છે 4 વિદ્યાર્થી -આ કૌભાંડમાં (IELTS Scam in Mehsana) ચાર વિદ્યાર્થીઓના નામઠામ સામે આવ્યાં છે તે મુજબ પટેલ પટેલ ધ્રુવ રસિકભાઈ- (રહે.પરાવાસ, માંકણજ, તા.મહેસાણા), પટેલ નીલ અલ્પેશકુમાર - (રહે.ધામણવા, તા.વિસનગર), પટેલ ઉર્વીશ શૈલેષભાઈ- (રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા) અને પટેલ સાવન રાજેન્દ્રકુમાર (રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા) હોવાની જાણકારી મળી છે.
10 હજાર કેનેડિયન ડોલર દંડ ભરી વિદ્યાર્થીઓ છૂટી ગયા- યુએસએની પોલીસે કોર્ટમાં રજૂ કરેલા ચારેય વિદ્યાર્થી (IELTS Scam in Mehsana) 10,000 કેનેડિયન ડોલર કોર્ટમાં ભરીને છૂટી ગયાં હતાં અને આ દંડની રકમ ચાર વિદ્યાર્થી પૈકી અમેરિકા રહેતા સાવન પટેલના પિતા રાજેન્દ્રકુમારે ભરી હોવાનું પોલીસ કહી રહી છે.
આ પણ વાંચોઃ Mehsana IELTS paper robbery Case: મહેસાણામાં IELTS પેપર લૂંટ મામલે આખરે પોલીસને મળી સફળતા, કુરિયર કંપનીનો ડ્રાઈવર ઝડપાયો
IELTSની પરીક્ષામાં જ કંઈક ગોટાળો થયો હોવાની શંકા -IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી વિદેશ પહોંચેલા આ વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકતા ન હોવાથી (IELTS Scam in Mehsana)શંકા જતાં અમેરિકન સરકાર (American police) અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. મુંબઈ સ્થિત ભારત એમ્બેસીના ચોંગલે મેજબિન એમ નામના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેને પગલે એસપી અચલ ત્યાગીએ એસઓજીને (Mehsana SOG ) તપાસ સોંપી હતી. પીઆઇ ભાવેશ રાઠોડ અને ટીમે તપાસ શરૂ કરી અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીનાં પરિવારજનો, એજન્ટો સહિતનાં નિવેદનો લેતાં IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાનું મનાય છે.
નવસારીની આ હોટેલ અને આઈઇએલટીએસ પરીક્ષા ટીમ સાથે જોડાયાં તાર- મહેસાણા એસઓજીની તપાસમાં મહેસાણામાં IELTS પરીક્ષા (IELTS Scam in Mehsana) કોંભાંડના તાર નવસારી સાથે જોડાયા હોવાનું બહાર આવી રહ્યું છે. મહેસાણાના ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટેલ ફન સિટીના (Hotel Fun City Navsari) બેન્કવેટ હોલમાં પરીક્ષા આપી હતી. એ પણ સામે આવ્યું છે કે અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું (Planet Education Institute) હોટલ ફન સિટી સાથે વાર્ષિક ટાઇઅપ કરવામાં આવ્યું છે અને અહીં મહિનામાં એક અથવા બે વાર પરીક્ષા લેવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. ગત 24 સપ્ટેમ્બર 2021માં અહીં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ લાંબો સમય પસાર થયો હોવાથી એ IELTS Exams ના સીસીટીવી ફૂટેજ મળ્યાં નથી. જેથી પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTS ના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસને વેગ આપ્યો છે. જેમાં આજે IELTS ના કર્મચારીઓને આજે મહેસાણા બોલાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
કેનેડા મોકલનારા 2 એજન્ટના નિવેદન લેવાયાં - મહેસાણા એસઓજી (Mehsana SOG ) પીઆઈ ભાવેશ રાઠોડે આ મામલે જણાવ્યું હતું કે 31 મેના રોજ અમને તપાસ સોંપાઇ હતી. જેમાં ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનો અને ભારતથી કેનેડા મોકલનારા સહિત બે એજન્ટનાં નિવેદન લીધાં છે. જેમાં ચારેય વિદ્યાર્થી કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરી (IELTS Scam in Mehsana) વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ Illegal Foreign Travel Scam: લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલતા મહેસાણાના આરોપીની ધરપકડ, આ રીતે કરતો હતો જુગાડ, જુઓ
પરિવારજનોનું રટણ -"અમને ખબર નથી" -તપાસને પગલે એસઓજીની ટીમે (Mehsana SOG ) અમેરિકા પહોંચી ગયેલા ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનોનાં નિવેદન લેતાં તેમણે અમને ખબર નથી તેવું એક જ રટણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કૌભાંડમાં મોટાં માથાંના પગ નીચે રેલો આવવાની શક્યતા - તપાસમાં IELTSની પરીક્ષામાં જ સેટિંગની (IELTS Scam in Mehsana) વાત આવી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં આ ચાર વિદ્યાર્થીએ કયા સેન્ટરથી પરીક્ષા આપી, કોણે મહત્ત્વનો રોલ ભજવ્યો વગેરે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટાં માથાંના પગ નીચે રેલો આવવાની શક્યતા પોલીસ પણ નકારી રહી નથી.