ગુજરાત

gujarat

ETV Bharat / state

હું કડી નગરપાલિકાનો વૉર્ડ નંબર 4 બોલું છું - ETV BHARAT

મહેસાણા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. આ અંતર્ગત ETV BHARATની ખાસ રજૂઆત પર હું કડી નગરપાલિકાનો વૉર્ડ નંબર 4 'હું વૉર્ડ, આ મારી વાત' અહેવાલમાં મારી વાત રજૂ કરવા આવ્યો છું. ત્યારે આવો આપને જાણવું કે, હું વોર્ડ નંબર 4 માત્ર કડી જ નહીં રાજ્યમાં કેમ નામના ધરાવું છું?

કડી નગરપાલિકા
કડી નગરપાલિકા

By

Published : Feb 2, 2021, 9:20 PM IST

  • હું છું કડી નગરપાલિકા વૉર્ડ નંબર 4
  • મારા વિસ્તારમાં ગંદકી અને ઢોર ઢાંકરનો છે ત્રાસ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મારા જ વિસ્તારના છે

મહેસાણા : હું કડી નગરપાલિકાનો વૉર્ડ નંબર 4 છું જ્યાં કડી વિસ્તારના નાના મોટા બજારો આવેલા છે અને વિવિધ જ્ઞાતિના લોકો ભાઈચારા સાથે મારા વિસ્તારમાં રહે છે. તમે મારા વિસ્તારમાં આવો તો, તમને પાલિકા દ્વારા બનાવવામાં આવેલો એક મોટો પ્રવેશદ્વાર જોવા મળશે. ત્યાર બાદ અંદર પ્રવેશતા નાના મોટા વેપારીઓની દુકાનો જ્યાં સૌ કોઈ પોતાનો પરિશ્રમ કરી કમાણી કરે છે અને અહીં ગ્રાહકો પણ વિશ્વાસ સાથે ખરીદી કરવા આવે છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મારા જ વિસ્તારના છે
હું કડી નગરપાલિકાનો વૉર્ડ નંબર 4 બોલું છું

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મારા જ વિસ્તારના છે

નાયબ મુખ્ય પ્રધાન પોતે મારા વૉર્ડના રહેવાસી છે અને અહીં બજાર વચ્ચે તેમનું રહેઠાણ છે. જ્યાં તેમને વાર તહેવાર અને સ્થાનિકોની મુલાકાતે આવતા હોય છે. મેં કડી નગરપાલિકાના વૉર્ડ નંબર 4 તરીકે 15 વર્ષ માટે નીતિન પટેલને નગરસેવક તરીકે આપ્યા છે. જ્યારે વર્ષ 1988માં મેં નીતિન પટેલને કડી નગરપાલિકામાં બે વાર નગરપતિ તરીકે આપ્યા છે. જ્યારે અત્યાર સુધી 4 નગરપતિ મેં કડી નગરપાલિકાને આપી નગરના મુખી તરીકે પણ નામના મેળવી છે. એટલું જ નહીં, પરંતુ મેં મારા વિસ્તારમાં વર્ષ 1995થી અત્યાર સુધીમાં 5 વાર રાજ્યના વિવિધ વિભાગના પ્રધાન તરીકે અને હાલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મારા જ વિસ્તારના છે.

ગંદકીના ઢગ અને ઢોર ઢાંકરનો ત્રાસ

ગંદકીના ઢગ અને ઢોર ઢાંકરનો ત્રાસ

યુવાઓને વ્યસન અનેક અને ગંદકી અપાર

કડી નગરપાલિકાના પ્રમુખોની યાદી

હવે વાત કરીશું મારા વિસ્તારમાં ક્યાંક તંત્રની સુવિધા તો ક્યાંક શર્મસાર કરતી નાગરિકોની જ હરકતો વિશે. મારા વિસ્તારમાં શાકભાજી બજારમાં કચરાના ઢગ અને ઢોર ઢાંકરનો ત્રાસ જોવા મળે છે. આ સાથે યુવાઓ પોતાની મોજ માટે પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં દિવાલો પર ગંદકી કરી રહ્યા છે. મને કડી વિસ્તારનો વૉર્ડ નંબર 4 હોવાનું ગૌરવ છે, આ સાથે જ કેટલાક લોકોની બેદરકારીનો રંજ પણ છે. ત્યારે હું એક સ્વચ્છ અને સુંદર વૉર્ડ તરીકે નામના પામું તેવી મને આશા છે.

યુવાઓને વ્યસન અનેક અને ગંદકી અપાર

ABOUT THE AUTHOR

...view details