- મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું
- CIDની ટીમે ભેળસેળ કરેલ હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપી પાડ્યું
- ગુણવત્તાહીન વરિયાળી સસ્તા ભાવે લાવી કલર કેમિકલથી ભેળસેળ કરવાનું ચાલતું હતું કૌભાંડ
- ક્રાઇમની ટીમે વરિયાળીના સેમ્પલ લઈ FSLમાં તપાસ કરાવી
- FSL રિપોર્ટમાં વરિયાળી કેમિકલ અને કલરની ભેળસેળવાળી હોવાનું સામે આવ્યું
- ઊંઝા પોલીસ મથકે ફેંકટરી સંચાલક વિરુદ્ધ ગુન્હો નોધાયો
મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું
મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી CIDની ટીમે ભેળસેળ કરેલી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપી પાડ્યું છે. જેના સેમ્પલ લઈ FSLમાં તપાસ કરાવતા વરિયાળી પર કલર કોટિંગ કરી કેમિકલ પ્રોસેસિંગ કરાઈ હોવાનું FSL તપાસમાં સામે આવ્યું હતું. ઊંઝા પોલીસ મથકે ફેંકટરી સંચાલક વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા : જિલ્લામાં આવેલી રાજ્યના સ્પાઇસ સીટી તરીકે જાણીતા ઊંઝા ખાતે વરિયાળી અને જીરું બજારનું મોટું પીઠું આવેલું છે. જોકે, હવે ઊંઝા વિસ્તારમાંથી વરિયાળી લેતા ગ્રાહકોને સાવચેતી રાખવા ટકોર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, જે ઊંઝાના મસાલાની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. તેવા ઊંઝા નજીક આવેલા વરિયાળીની ફેક્ટરીઓમાં સસ્તી વરિયાળી લઈ કેમિકલ અને કલર ચડાવી ઊંચા ભાવ મેળવવા જન આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું કૌભાંડ સીએફસી સેલ CIDની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.