- તરભ વાળીનાથ અખાડાના ગુરુ બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા
- સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી છે વાળીનાથ ધામમાં
- સંતગુરુ બ્રહ્મલીન થતા અનેક ભક્તોમાં તેમના પ્રત્યે રહેલો ભાવ ઉભરી આવ્યો
- ગુરુજીના દર્શન, શોભાયાત્રા બાદ સમાધિ આપવામાં આવશે.
મહેસાણા : જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરભ ગામ આમ તો એક નાનું ગામ છે. પરંતુ આ ગામ વાળીનાથ બાપુના ધામ એવા અખાડાથી સમગ્ર દેશ વિદેશમાં જાણીતું છે. ત્યારે રબારી સમાજની આસ્થા અને ધાર્મિક સ્થાન એવા વાળીનાથ ધામના મહંત ગુરુશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ ટૂંકી માંદગી બાદ સંધ્યા આરતી લઈ બ્રહ્મલીન પામતા સમગ્ર સમાજ અને ગુરુધર્મ પ્રેમી ભકતોમાં ભારે શોકની લાગણી ઉભરાઈ આવી છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં જ્યારે ગુરુને ગોવિંદનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રબારી સમાજના ભક્તો માટે મોટી ખોટ વર્તાઈ છે. આજે ભક્તોની લાગણી આશ્વાસન આપવા અને બ્રહ્મલીન બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ શોકભરી લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
બળદેવગીરીજી બાપુને મોક્ષ એકાદશીએ દર્શન, શોભાયાત્રા બાદ સમાધિ આપવામાં આવશે