ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીની ગોપાલ ગ્લાસ ફેક્ટરીમાં ભૂસ્તર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું - Geological section

મહેસાણા: જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ દરમિયાન કડી જોટાણા રોડ પરથી 2 શંકાસ્પદ ટ્રકો ખનીજ લઈ જતી ઝડપાઇ હતી. જે અંગેની તપાસમાં રોયલ્ટી ચોરી સામે આવતા કડી પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપાયેલી રોયલ્ટી ચોરીની 2 ટ્રકો બાદ મહેસાણા બાયપાસ હાઇ-વે પરથી વધુ એક ટ્રક ઓવરલોડ પરિવહન કરતા ઝડપાઇ આવી હતી.

ગોપાલ ગ્લાસ ફેક્ટરી

By

Published : May 16, 2019, 12:47 AM IST

સમગ્ર મામલે ઝડપાયેલ ટ્રકોની તપાસ હાથ ધરતા વાત અંતે ગોપાલ ગ્લાસ વર્ક નામની ફેક્ટરી સુધી પહોંચી હતી. જેમાં ભૂસ્તર વિભાગને ગોપાલ ગ્લાસ વર્ક ફેક્ટરીમાં રોયલ્ટી ચોરી કરી લેવાયેલ શંકાસ્પદ જથ્થો પ્રાથમિક તપાસમાં મળી આવી છે. જો કે ભૂસ્તર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ફેક્ટરી માલિકને ફેક્ટરીમાં સ્ટૉક કરવામાં આવેલી ગેરકાયદેસર જથ્થા અંગે બિલ અને રોયલ્ટી સહિતના સંયોગિક પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. જેમાં ફેક્ટરી માલિક દ્વારા રોયલ્ટી ચોરી કરાઇ હોવાનું સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જો કે હાલમાં આ અંગે ગોપાલ ગ્લાસ વર્ક ફેક્ટરી સામે તપાસ યથાવત રાખવામાં આવી છે. જે આગામી 5 દિવસમાં પૂર્ણ થઈ જશે.

ગોપાલ ગ્લાસ ફેક્ટરી

તો આ અંગે ભૂસ્તર વિભાગના અધિકારીનું જણાવ્યું હતું કે, કડી ખાતે આવેલ ગોપાલ ગ્લાસ ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં અહીં રોયલ્ટી ચોરી ચોરી કરાઈ હોવાનું અનુમાન છે. ત્યારે હાલમાં ત્યાં હાજર સ્ટૉક પ્રમાણે કંપનીના માલિકોને નોટિસ આપી બિલ સહિતનો હિસાબી વ્યવહારના દસ્તાવેજી પુરાવા મંગાવવામાં આવ્યા છે. જે આધારે સંયોગિક પુરાવા નહિ મળે તો રોયલ્ટી ચોરી મામલે ભૂસ્તર વિભાગ દ્વારા આ ફેક્ટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details