મહેસાણાસમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsav યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. આજે કડીમાં પણ તિરંગા રેલીનું Har ghar tiranga આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યપ્રધાનનેે રખડતા ઢોરે અડફેટે લીધા Ex Deputy Chief Minister caught by stray cattle છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી હતી. હાલમાં નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પૂર્વ નાયબ મુખ્યપ્રધાનને રખડતા ઢોરે લીધા અડફેટે લેતાનો લાઈવ વિડીયો આ પણ વાંચોધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ
નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધાતિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યપ્રધાનને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. કડીમાં તિરંગા રેલી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોહર ઘર તિરંગાના અભિયાન માટે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલું થીમ સોંગ નિહાળો
રખડતા ઢોરનો ત્રાસનીતિન પટેલને પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં રખડતા ઢોરે લોકોને અડફેટે લીધાના અનેક કિસ્સા સામે આવ્યા છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.