- જિલ્લામાં સોમવારે વધુ 371 લોકો કોરોના સંક્રમિત થયા
- શહેરી વિસ્તારમાં 159 અને ગ્રામ્ય વિસ્તારમાં 212 કેસ
- શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ કોરોના સંક્રમણ
- હાલ જિલ્લામાં 4,882 લોકો કોરોના એક્ટિવ કેસ
મહેસાણા:કોરોના મહામારી સમયે મહેસાણા જિલ્લામાં પહેલીવાર લાંબા સમયે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 414 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી પોતે સ્વસ્થ થતા ડિસ્ચાર્જ મેળવી પોતાના ઘરે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં સતત કોરોના શબ્દના હાહાકાર વચ્ચે જિલ્લાવાસીઓને આજે સકારાત્મક સમાચાર મળ્યા છે.
આ પણ વાંચો: મહેસાણામાં NDRFનો જવાન કોરોનાગ્રસ્ત પિતાને રિક્ષામાં લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યો
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સંક્રમણ નોંધાયું
મહેસાણા જિલ્લામાં સોમવારે એક જ દિવસમાં 371 કોરના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં 159 જેટલા શહેરી અને 212 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના સંક્રમિતો નોંધાયા છે. આમ, આજે જિલ્લામાં કુલ 4,882 કોરોના સંક્રમિત એક્ટિવ કેસની સંખ્યા જોવા મળી છે. આજે વધુ 1,303 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં મહેસાણા 84, કડીમાં 47, વિસનગરમાં 82 અને વિજાપુરમાં 69 કેસો નોંધાયા છે. આમ, આ ચાર તાલુકા સોમવારે હોટસ્પોટ તરીકે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું
- મહેસાણા જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહેસાણા શહેરબાદ વિસનગર અને કડીમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વિસનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.