ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈરે કળયુગ... 8 માસની સગી પુત્રી પર પિતાનો એસિડ અટેક - પિતાએ 8 માસની દીકરીની હત્યાનું રચ્યું ષડ્યંત્ર

મહેસાણા: જિલ્લાના કડી તાલુકાના ગુનાહિત ઈતિહાસમાં વધુ એક ઘટના સામેલ થઈ છે. જેમાં માનવામાં ન આવે તે રીતે એક પિતાએ શેતાન બની પોતાની જ 8 માસની દીકરી પર એસિડ અટેક કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પિતાએ રચ્યું 8 માસની દીકરીની હત્યાનું ષડ્યંત્ર

By

Published : Oct 10, 2019, 11:31 PM IST

Updated : Oct 10, 2019, 11:48 PM IST

કડી તાલુકાના ચાલાસણ ગામે રહેતા વિનું ઠાકોરના ઘરે 8 માસ પહેલા એક દીકરીનો જન્મ થયો હતો. દુર્ભાગ્યવશ દીકરી કુપોષણનો શિકાર બની હતીં. એવામાં વિનું ઠાકોરે પોતાની દીકરીને નિશાન બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચીને બાળકીને મોતને ઘાટ ઉતારવાનો ષડયંત્ર રચ્યું હતું.

પિતાએ પોતાની માસૂમ દીકરી પર એસિડ અટેક કર્યો હતો.ત્યારબાદ પોલીસને જાણ કરતા જણાવ્યું કે,મારી દીકરી પર કોઈ અન્ય 5 ઈસમોએ એસિડ ફેંકી હત્યા કરી હતી.બાળકી પર થયેલા એસિડ અટેક અને મોતની ઘટના સાંભળતા મહેસાણા dysp સહિત કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતક બાળકીનું પીએમ કરાવવા સમયે પોલીસે પિતાની સત્તત ગેરહાજરી નોંધી અને બાળકીના પિતા પર શંકાનો સકંજો કસ્યો હતો.

ચાલાસણ ગામે પિતાએ 8 માસની દીકરીની હત્યાનું રચ્યું ષડ્યંત્ર,પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ

પોલીસે મૃત બાળકીના પિતાની પૂછપરછ કરતા પિતાએ પોતાની જ દીકરીની હત્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.જેમાં,મૃતક બાળકીના પિતા વિનુજી ઠાકોરના અન્ય સ્ત્રી સાથે આડા સબંધો હતા અને આડા સબંધોની વચ્ચે આવતી બાળકીને દૂર કરવા પોતાની દીકરીને મોત આપી હતી. જ્યારે બાળકી સૂતી હતી તે સમયે બાળકી પર એસિડ હુમલો કર્યો હતો.બાદમાં પોલીસને ઘટનાની હકીકતથી દુર રાખવા તેના વિરોધીઓ પર દીકરીની હત્યાનો આક્ષેપ કરી પોતે ફરાર થઇ ગયો હતો.પરંતુ 8 માસની દીકરી પર જ્વલંશીલ એસિડ નાખી હત્યા કરનાર પિતા વિનું ઠાકોરને મહેસાણા પોલિસે ઝડપી પાડ્યો હતો.

કડી પોલીસ મથકે પોતાની દીકરીની હત્યાનું કાવતરૂ રચી એસિડ અટેક જેવી ગંભીર ઘટનાને અંજામ આપી હત્યા કરવા બદલ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપી વિનું ઠાકોર પોતે દુષ્કર્મ, મારામારી, જાહેરનામાનો ભંગ સહિત અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સજા પણ કાપી ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Last Updated : Oct 10, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details