ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા એક સરખા ભાવ - mahesana daily updates

મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થતા શાકભાજીને લઈને કોરોના કાળ સહિત છેલ્લા 5 વર્ષમાં કોઈ ખાસ બદલાવ નોંધાયો નથી. ખેડૂતોને હેક્ટર દીઠ મળતું ઉત્પાદન અને તેના ભાવ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ એક સરખા રહ્યા છે. તાજેતરમાં ચોળી અને ગુવારનું વાવેતર અને ઉત્પાદન સારું જોવા મળે છે. ચોમાસામાં લીલા દેશી મરચા પણ ખૂબ પ્રમાણમાં વાવેતર કરી ઉત્પાદન લેવામાં આવે છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા એક સરખા ભાવ
મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા એક સરખા ભાવ

By

Published : Jun 7, 2021, 1:34 PM IST

  • કોરોના પહેલા અને કોરોના સમયે પણ ખેડુતોના શાકભાજી વેચાયા છે
  • જિલ્લામાં 30થી 35 ટકાથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે
  • કોરોના કાળ સહિત છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા છે એક સરખા ભાવ
  • સમગ્ર શાકભાજીના વેચાણમાં માત્ર બટાટાએ ખેડૂતોને રડાવ્યા છે

મહેસાણા: સામન્ય રીતે ખેતી અને પશુપાલન આધારિત મહેસાણામાં ખેડૂતો અને પશુપાલકો પોતાના બે મુખ્ય વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે વાત કરીશું મહેસાણા જિલ્લામાં થતા શાકભાજીના ઉત્પાદન અને ખેડૂતોના હાલ વિશે. જિલ્લામાં તાજેતરમાં ચોળી અને ગુવારનું વાવેતર અને ઉત્પાદન સારું જોવા મળે છે. ચોમાસામાં લીલા દેશી મરચા પણ ખૂબ પ્રમાણમાં વાવેતર કરી ઉત્પાદન લેવામાં આવે છે.

આ પણ વાંચો:સેલવાસમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી, શાકભાજી વિક્રેતાઓ મુસીબતમાં

ખેડૂતોને હેક્ટર દીઠ મળતું ઉત્પાદન અને ભાવ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ એક સરખા રહ્યા

જિલ્લામાં ઉત્પન્ન થતા શાકભાજીને લઈને કોરોના કાળ સહિત છેલ્લા 5 વર્ષમાં કોઈ ખાસ બદલાવ નોંધાયો નથી. ખેડૂતોને હેક્ટર દીઠ મળતું ઉત્પાદન અને તેના ભાવ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ એક સરખા રહ્યા છે. જોકે, વાત કરીશું કોરોનામાં ખેડૂતોને શાકભાજીના ઉત્પાદન અને વેચાણની તો કોરોના સમયે ભલે મોટા ભાગના કારોબારો બંધ હતા, પરંતુ શાકભાજી અને ખેત પેદાશો માટે સરકારે ટૂંક સમયમાં છુટછાટ આપી ખેતી કામ આગળ ધપાવતા દર વર્ષની જેમ જ શાકભાજીનું ઉત્પાદન થયું હતુ અને ભાવ પણ તે જ પ્રમાણે દર વર્ષની જેમ મળ્યા હતા. આ સમયમાં ખેડુતોને નુકસાન સાંપડ્યું છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને શાકભાજી માટે મળ્યા એક સરખા ભાવ

આ પણ વાંચો:લોકડાઉનને કારણે મધ્યપ્રદેશમાં એક શિક્ષક શાકભાજી વેંચવા મજબૂર બન્યા

સમગ્ર શાકભાજીના વેચાણમાં માત્ર બટાટાએ ખેડૂતોને રડાવ્યા છે

મહેસાણા જિલ્લામાં શાકભાજીના ભાવ તો દર વર્ષની જેમ સમાંતર મળ્યા હતા. જોકે બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને આ કોરોના સમયે બટાટાનું ઉત્પાદન ખૂબ ઓછા ભાવે વેચવાનો વારો આવ્યો હતો. આમ બટાટાના સારા ભાવો ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. તેમજ સરકાર પાસે ટેકાના ભાવની માંગણી કરવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details