પોલિટિકલ લેબોરેટરી તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં રાજકીય હોય કે, સહકારી ક્ષેત્ર પરતું અહીંનું રાજકારણ દરેક ક્ષેત્રમાં મહત્વની ભૂમિકમાં જ જોવા મળતું હોય છે. મહેસાણામાં મહેસાણા અર્બન કો.ઓ.બેંક માટે સત્તાનું સિકં સોંપવા માટે ચૂંટણી જંગ યોજાઈ છે. જેમાં સરકારે નિમણૂક કરેલી ચૂંટણી અધિકારીની હાજરીમાં મતદાન પ્રક્રિયા ચાલનાર છે. મહત્વનું છે કે, આ બેન્કની ચૂંટણી મહેસાણા સહિત રાજ્યમાં ચર્ચાનો વિષય એટલા માટે બની છે કે, આ સહકારી બેન્કની દેશમાં કુલ 58 શાખાઓ આવેલી છે.
મહેસાણા અર્બન કો.ઓ. બેન્કની ચૂંટણીનો જંગ, 52 ઉમેદવારોના ભાવિ માટે મતદાન શરૂ
મહેસાણા: જિલ્લામાં મહેસાણા અર્બન કો.ઓ.બેંકમાં સત્તાના સુકાન માટે ચૂંટણી જંગ યોજાઇ છે. જેમાં 52 ઉમેદવારોના ભાવિ માટે મતદાન શરૂ થઇ ગયો છે. દરેક મતદારે કુલ 17 બેઠક માટે અલગ અલગ 17 મતદાન કરવાનું હોય છે. મહેસાણા અર્બન બેન્કમાં સત્તાના સુકાન માટે 17 બેઠક પર કુલ 52 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું છે, જેમનું ભાવિ સભાસદોને મતદાન થકી નક્કી થનારનું છે.
મહેસાણા અર્બન કો.ઓ.બેંકમાં ચૂંટણી જંગ
મહેસાણા અર્બન બેન્ક આમ તો સામાન્ય રીતે સહકારી ક્ષેત્રનો અંશ છે, પરંતુ અહીં પણ રાજકારણનો રંગ રાજકીય ચૂંટણીઓ કરતા ઓછો જોવા નથી મળતો. ભાજપના બે જૂથ આ બેન્કની ચૂંટણીમાં વિશ્વાસ અને વિકાસ પેનલ લઈ ચૂંટણી જંગના મેદાને પડ્યા છે. બેન્કના પૂર્વ શાસકો સામે વિશ્વાસ પેનલે આક્ષેપોના વાદળો ઘેર્યા હતા. વિશ્વાસ પેનલના આક્ષેપોને ગેરવ્યાજબી ગણાવી વિકાસ પેનલે સભાસદોના મત મેળવવા એડી ચોટીનું જોર લગાવવાના પ્રયાસો પણ કાર્ય છે.