મહેસાણાના ઊંઝા ઉમિયા માતા મંદિર પરિસર દ્વારા 18થી 22 ડિસેમ્બર મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 800 વીઘા જમીનમાં યજ્ઞશાળાથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિશાળ ડોમ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મા ઉમિયાની મૂર્તિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે, ઓરિસ્સાના 4 ખાસ કારીગરો દ્વારા 51 શક્તિપીઠોની મૂર્તિ કંડારવામા આવી રહી છે. કારીગર દ્વારા અત્યારસુધી 1 માસના સમયમાં 45 મૂર્તિઓ બનાવવામાં આવી છે અને હજુ 5 મૂર્તિ બનાવવામાં આવશે. આ તમામ મૂર્તિ ખાસ કારીગરીથી ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં, ખાસ 51 શક્તિપીઠોના દ્રશ્યો દેખાશે.
ઊંઝાના લક્ષચંડી યજ્ઞમાં 51 શક્તિપીઠ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું કરાયું નિર્માણ - લક્ષચંડી યજ્ઞ
મહેસાણા: ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી હવનનું આયોજન ઉંઝા ઉમિયા માતા મંદિર દ્વારા ધર્મ સાથે યુવાનોને જોડવા માટે મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 800 વીઘા જમીનમાં ન ભૂતો ન ભવિષ્યતિનું ભવ્ય આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં 81 ફૂટ ઊંચી યજ્ઞશાળામાં મા જગત જનનીના 51 સ્વરૂપની 51 શક્તિપીઠો ખાસ ઊભી કરવામાં આવશે. જેની માટે મંદિર પરિસરમાં કારીગરો ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે.
મા ઉમાએ જ્યારે યજ્ઞ કુંડમાં પડીને મોતને વ્હાલું કર્યુ, ત્યારબાદના 51 શક્તિપીઠની વિવિધ શક્તિ સ્વરૂપે ભક્તો દ્વારા સમગ્ર દુનિયામાં તેમની પૂજા કરવામાં આવે છે અને એ જ 51 શક્તિપીઠોના દર્શન ઉંઝામાં મૂર્તિ સ્વરૂપે આગામી 18થી 22 તારીખ દરમિયાન કરવા મળશે.
લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજમાન થશે. મહાયજ્ઞ પહેલાં ઉમિયા બાગમાં 1 ડિસેમ્બરથી સળંગ 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોથી એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે, જેમાં એક લાખ ચંડીપાઠના દસમા ભાગના 10,000 પાઠનીશાસ્ત્રોક્ત વિધિથી આહુતિ પણ અપાશે.