અરજદાર રામસિંહ દેસાઈ હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં રજુઆત કરી છે કે, મહેસાણાના DySP મંઝીતા વણઝારાએ વ્યાજખોર મુકેશ પ્રજાપતિને પૈસા આપવા માટે તેમના પર દબાણ કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, પોતે રૂપિયા 4 લાખની લૉન લીધી હતી અને વ્યાજ સાથે આશરે 12 લાખ રૂપિયા જેટલી રકમ વ્યાજખોર મુકેશ પ્રજાપતિને ચૂકવી દીધા હોવા છતાં મંઝીતા ફોન કરીને અરજદારને 4 લાખ રૂપિયા આપવા ધાક-ધમકી આપતા હતા અને જો એવું ન થાય તો ખોટી FIR દાખલ કરીને ધરપકડ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
અહીં DySP પર વ્યાજખોરની મદદ કરતા હોવાનો લાગ્યો આરોપ - Gujarat
મહેસાણા: DySP મંઝીતા વણઝારા અરજદારને ધાક-ધમકી આપી વ્યાજખોરોને મદદ કરતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલાની ગંભીર નોંધ લીધા બાદ વધુ સુનાવણી 5મી માર્ચના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો.
મંઝીતાએ ફોન કરીને અરજદારને તેની પત્ની અને બાળકોની ધરપકડ કરવાની ધમકી આપી હતી. અરજદારે મંઝીતા અને તેમની વચ્ચેની ફોન રેકોર્ડિંગ પણ કોર્ટમાં રજૂ કરી હતી. અરજદારનો આક્ષેપ છે કે, મંઝીતાએ તેમને ઓફિસમાં બોલાવીને પણ ધમકી આપી હતી. અરજદારે PILમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમણે વર્ષ 2015માં મુકેશ પ્રજાપતિ પાસે રૂપિયા 4 લાખ ઉછીના પૈસા લીધા હતા અને રૂપિયા 12 લાખ પરત કરી દીધા હતા તેમ છતાં વ્યાજખોરોને ઈશારે મંઝીતા તેમને હેરાન કરી રહી છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોને ત્રાસને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે લાલ-આંખ રાખતા કહ્યું હતું કે, મૂડીથી બમણું વ્યાજ વસૂલાતા વ્યાજખોરો સામે કુનું વલણ ચલાવી લેવાશે નહીં.