મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરી પશુપાલકો માટે રાહતના સમાચાર આપ્યા છે.
મહેસાણા દૂધસાગર ડેરીએ કર્યો દૂધના ભાવમાં વધારો - MILK
મહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરી દ્વારા ભાવ ઘટાડતા 525 રૂપિયાએ ભાવ આવી પહોંચ્યો હતો. જેના કારણે પશુ પાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
VS
પશુપાલકોની મુશ્કેલી દૂર કરવા દૂધસાગર ડેરી દ્વારા ફરીથી દૂધના ભાવમાં વધારો કરી અગાઉ જેટલો જ ભાવ કરી દેવાયો છે. પ્રતિ કિલો ફેટે 600 રૂપિયાનો ભાવ મંગળવારથી લાગુ કરી દેવામાં આવશે. જ્યારે ગાયના દૂઘની પણ ડેરી દ્વારા 280 રુપિયા આપવાની જાહેરાત કરી દેવાઈ છે.