ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે થઈ બોલાચાલી, ઊંઝા ભાજપમાં બે ફાટ પડી

મહેસાણા: જિલ્લા ખાતે યોજાયેલા ભાજપાના સંગઠન પર્વમાં ઊંઝાના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને ધારાસભ્ય આશા પટેલની મુલાકાત થઈ હતી. જેમાં બંને વચ્ચે વચ્ચે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઇ હતી. બાદમાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

મહેસાણામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ઊંઝાના આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે થઇ તુતું મેમે

By

Published : Jun 25, 2019, 10:07 AM IST

મહેસાણા જિલ્લામાં ભાજપએ લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં દબદબો જમાવ્યો છે. પરંતુ, આ જ દબદબા વચ્ચે ઊંઝામાં ભાજપમાં બે ભાગ જોવા મળી રહ્યા છે. ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા ભાજપ સંગઠન પર્વમાં ઊંઝાના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને વર્તમાન ધારાસભ્ય આશા પટેલની મુલાકાત થઇ હતી જેમાં બોલાચાલી સર્જાઇ હતી.

ભાજપના સંગઠન પર્વમાં ભાજપના તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવતું હોય છે. ત્યારે સામાન્ય રીતે આશા પટેલના કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાથી નારાજ થયેલા નારણ કાકા ભાજપના કોઈ કાર્યક્રમમાં ન જવાનુ રટણ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કરતા હતા. પરંતુ, આજના ભાજપ સંગઠન પર્વમાં તેમને હાજરી આપી હતી. જેેને લઇને ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ ટાઉન હોલમાં નારણ પટેલ સામે રોષ ઠાલવતા ઉગ્ર બોલાચાલી કરી હતી. જેને લઇને નારણ પટેલ તથા આશા પટેલ વચ્ચે બોલાચાલી થતા સ્થળ પર માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે બાદમાં ભાજપના કાર્યકરોએ નારણ પટેલને ચેમ્બરમાં બોલાવી સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને એક વાત ચોક્કસ કહી શકાય કે ઊંઝામાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને વર્તમાન ધારાસભ્ય આશા પટેલની બોલાચાલીને લઇને ક્યાંકને ક્યાંક ભાજપામાં જ ખટરાગ છે. જેને લઇને રાજકારણ ગરમાયેલું છે. ત્યારે ઊંઝા શહેરમાં રાજકારણ માટે અન્ય પક્ષોની ખોટ ખુદ ભાજપ જ પુરી કરી રહ્યું છે. તે આ સમગ્ર મામલાને લઇને સાચુ પુરવાર સાબીત થાય છે.

ABOUT THE AUTHOR

...view details