- ABVPના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું પ્રદર્શન
- કોલેજને પરિપત્ર મોકલી કરવામાં આવી માગ
- અભ્યાસ ન બગાડવા માટે વિદ્યાર્થીઓને કોલેજની અપીલ
મહેસાણા: રાજ્યમાં 4 સરકારી હોમિયોપેથી કોલેજો કાર્યરત છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નીતિનિયમાનુસાર ફી લઈ શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે જ તેમના અભ્યાસ દરમિયાન તેમને આર્થિક મદદ પૂરી પાડવા સરકાર દ્વારા નિયત કરેલું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. ત્યારે મહેસાણા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાઈપેન્ડ મામલે પરિપત્ર મોકલી સ્ટાઈપેન્ડ વધારવાની માગ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના દરવાજે બેસી પ્રદર્શન કરતા ગુરૂવારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આગેવાનોની અટકાયત કરી હતી.