ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં SOG દ્વારા ચોરીના બાઇક સાથે વાહનચોર ટોળકીની અટકાયત - બાઇક ચોરી મહેસાણા

કડી-ફિરોજપુરા કેનાલ પાસેથી ચોરીના મોટરસાયકલ સાથે ચાર ઇસમોને ઝડપી મહેસાણા SOG પોલીસે ઝડપી પાડી છે.

કડા
કડી

By

Published : Jul 9, 2020, 10:59 PM IST

મહેસાણા: જિલ્લામાં ગુનેગારો અંગેે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે. તેવામાં કડી નજીક ફિરોજપુરા કેનાલ પાસેથી પસાર થતા વાહન ચોર ગેંગ મહેસાણા SOGની ટીમના હાથે ઝડપાઇ હતી.

મહેસાણા જિલ્લામાં ગુનેગારોને શોધી કાઢી અનેક જુના ગુન્હાઓની કર્યાવહી કરવા જિલ્લા પોલીસ વડાના સૂચનો આધારે મહેસાણા SOG પોલીસની ટિમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, દરમિયાન પોલીસને મળેલી માહિતી આધારે મેડા આદરજ ગામ તરફથી બે ચોરીના બાઇકો સાથે શંકાસ્પદ ઈસમો આવતા હતા.

આ દરમિયાન ફિરોજપુરા કેનાલ નજીક પોલીસે વોચ ગોઠવી તપાસ કરતા ચોરીના બાઇક સાથે આવેલા ઈસમોએ વાહનના દસ્તાવેજ ન બતાવી પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસે 3 ઇસોની અટકાયત કરી વધુ પૂછપરછ કરી હતી કે. કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ઈસમો વાહન ચોર ગેંગ હોવાનું અને તેમને અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લાના કડી અને અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા, બોપલ સહિતના વિસ્તારોમાં તકનો લાભ લઇ 20 જેટલા બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

પોલીસ દ્વારા આરોપી પાસેથી હાલમાં 14 બાઇક, 4 પેટ્રોલ ટેન્ક અને 4 એન્જીન જપ્ત કરી 14 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે બાઇક ચોરીની કરતુતોને અંજામ આપતા કડીના બપિયારા ગામના બિપિન સેનમા, અમદાવાદના ચાંદલોડિયાના નિલેશ પંચાલ અને વિરેન્દ્ર દયા(રાજપૂત) સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details